શોધખોળ કરો
Advertisement
વિવાદ બાદ વેબ સીરીઝ 'તાંડવ'ના ડાયરેક્ટર અલી અબ્બાસ ઝફરે માંગી માફી
'તાંડવ'ને લઈ થયેલા વિવાદ વચ્ચે વેબ સીરીઝના ડાયરેક્ટર અલી અબ્બાસ ઝફરે માંફી માંગી છે. ગત સપ્તાહે અમેઝન પ્રાઈમ પર રિલીઝ થયેલી સીરીઝમાં કથિત રીતે હિંદુ દેવતાઓને આપત્તિજનક રીતે બતાવવામાં આવ્યા છે જેના કારણે આલોચના થઈ રહી છે.
Tandav Row: 'તાંડવ'ને લઈ થયેલા વિવાદ વચ્ચે વેબ સીરીઝના ડાયરેક્ટર અલી અબ્બાસ ઝફરે માંફી માંગી છે. ગત સપ્તાહે અમેઝન પ્રાઈમ પર રિલીઝ થયેલી સીરીઝમાં કથિત રીતે હિંદુ દેવતાઓને આપત્તિજનક રીતે બતાવવામાં આવ્યા છે જેના કારણે આલોચના થઈ રહી છે.
આ સંબંધમાં કેંદ્રીય સૂચના પ્રસારણ મંત્રાલયે અમેઝન પ્રાઈમ વીડિયોના અધિકારીઓને જાણ કરી હતી. તાંડવની વિરૂદ્ધમાં યૂપી અને મહારાષ્ટ્રમાં ફરિયાદ નોંધાઈ છે.
વિવાદ વધતા વેબ સીરીઝ તાંડવના ડાયરેક્ટર અલી ઝફરે માફી માંગી, કહ્યું છે કે, "કોઈની લાગણી દુભાઈ હોય તો ક્ષમા કરો." કાસ્ટ અને ક્રૂ તરફથી જાહેર કરવામાં આવેલા સ્ટેટમેન્ટમાં કહેવામાં આવ્યું છે કે અમે અમારા વ્યૂઅર્સના રિએકશન પર નજર રાખી રહ્યાં છે. આ સંપૂર્ણપણે કાલ્પનિક કહાની છે. અમારી ટીમના કોઈ મેમ્બરનો હેતુ લોકોની ભાવનાને ઠેસ પહોંચાડવાનો ન હતો.
વેબ સિરીઝ 'તાંડવ'નો વિરોધ સતત વધી રહ્યો છે. ભાજપ બાદ બહુજન સમાજ પાર્ટીએ સિરીઝના આપત્તિજનક સીન હટાવવાની માગણી કરી છે. બસપાના સુપ્રીમો માયાવતીએ કહ્યું હતું કે વેબ સિરીઝમાં ધાર્મિક તથા જાતિ અંગેની વાત કહીને ભાવનાઓને ઠેસ પહોંચાડવામાં આવી છે. આ દૃશ્યોને હટાવી દેવા યોગ્ય છે, જેથી દેશમાં શાંતિ, સૌહાર્દ તથા ભાઈચારાનું વાતાવરણ ખરાબ ના થાય.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
બિઝનેસ
ટેકનોલોજી
ટેકનોલોજી
Advertisement