![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Tu Jhoothi Main Makkaar: રિલીઝના કેટલાક કલાક બાદ રણવીર- શ્રદ્ધાની ફિલ્મને લાગ્યો ઝટકો! ‘તું જુઠ્ઠી મે મક્કાર થઈ લીક
Tu Jhoothi Main Makkaar: રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ 'તુ જૂઠી મેં મક્કાર ' આજે રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મને રિલીઝ થયા બાદ જ આંચકો લાગ્યો છે. જેની અસર તેના કલેક્શન પર પણ પડી શકે છે.
![Tu Jhoothi Main Makkaar: રિલીઝના કેટલાક કલાક બાદ રણવીર- શ્રદ્ધાની ફિલ્મને લાગ્યો ઝટકો! ‘તું જુઠ્ઠી મે મક્કાર થઈ લીક Tu Jhooti Main Makkaar Gets Leaked Online! After Pathaan, Ranbir Kapoor & Shraddha Kapoor Starrer Is Now Subjected To Piracy Ahead Of Its Big Release! Tu Jhoothi Main Makkaar: રિલીઝના કેટલાક કલાક બાદ રણવીર- શ્રદ્ધાની ફિલ્મને લાગ્યો ઝટકો! ‘તું જુઠ્ઠી મે મક્કાર થઈ લીક](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/08/569ba1b085e668ae16965653a51724c7167825119291981_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Tu Jhoothi Main Makkaar: બોલિવૂડની ફિલ્મ 'તુ જૂઠી મેં મક્કાર' આખરે સ્ક્રીન પર રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મના ગીતો અને ટ્રેલર જોઈને દર્શકોમાં ઘણો ક્રેઝ જોવા મળ્યો હતો. હોળીના અવસર પર પણ દર્શકો ફિલ્મ જોવા માટે ઉત્સુક હતા. થિયેટરોમાં પણ આડેધડ એડવાન્સ બુકિંગ થઈ રહ્યું હતું. જો કે આ ફિલ્મ આજે રિલીઝ થઈ ગઈ છે. પરંતુ તેને મોટો ઝટકો લાગ્યો છે. જેની અસર તેના બોક્સ ઓફિસ કલેક્શન પર પણ પડી શકે છે.
શ્રદ્ધા-રણબીરની ફિલ્મ ઓનલાઈન લીક થઈ
સમાચાર આવી રહ્યા છે કે 'તુ જૂઠી મેં મક્કાર' ઓનલાઈન લીક થઈ ગઈ છે. એક રિપોર્ટ અનુસાર 'તુ જૂઠી મેં મક્કાર' ઓનલાઈન લીક થઈ ગઈ છે. જે Filmyzilla, Movierulz, Telegram, Tamilrockers સહિત ઘણી સાઈટ પર HDમાં ઉપલબ્ધ છે. ઘણીવાર એવું જોવા મળ્યું છે કે જ્યારે પણ ફિલ્મો ઓનલાઈન લીક થઈ છે. ત્યારે તેણે બોક્સ ઓફિસ પર ખરાબ પ્રદર્શન કર્યું છે. હવે જોવાનું એ રહેશે કે શ્રદ્ધા કપૂર અને રણબીર કપૂરની ફિલ્મનું શું થાય છે.
'તુ જૂઠી મેં મક્કાર'ની બોક્સ ઓફિસ પ્રેડિકશન
'તુ જૂઠી મેં મક્કાર' આજે એટલે કે 8 માર્ચ 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. ચાહકોને શ્રદ્ધા અને રણબીરની જોડી પહેલીવાર સ્ક્રીન પર જોવા મળશે. શ્રદ્ધા અને રણબીરની મજબૂત ફેન-ફોલોઈંગ છે, તેથી તેમને એકસાથે જોવું તેમના ફેન્સ માટે કોઈ ટ્રીટથી ઓછું નથી. ફિલ્મના ટ્રેલર અને ગીતોમાં તેમની કેમેસ્ટ્રી પણ અદભૂત હતી. ચાહકો ફિલ્મ જોવા માટે એટલા ઉત્સુક હતા કે એડવાન્સ બુકિંગ પણ થઈ ગયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ ઓપનિંગ ડે પર 11થી 12 કરોડની કમાણી કરી શકે છે. બાકી આ ફિલ્મ દર્શકો પર શું છાપ છોડશે તે તો સમય જ કહેશે.
રણબીર અને શ્રદ્ધા ઉપરાંત લવ રંજનની ફિલ્મમાં સ્ટેન્ડ-અપ કોમેડિયન અનુભવ સિંહ બસ્સી અને અજય દેવગન પણ મુખ્ય ભૂમિકામાં છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)