ભાઈના લગ્નમાં Urvashi Rautelaનો લુક કરોડોમાં, 35 લાખનો લહેંગો, 85 લાખની જ્વેલરી
ઉર્વશી રૌતેલાએ તેના ભાઈના લગ્નમાં તેના ગ્લેમરસ લુકથી લાઈમલાઈટ લૂટી લીધી. લગ્નના ફોટામાં ઉર્વશી આઇવરી રંગના લહેંગામાં જોવા મળી રહી છે.
Urvashi Rautela Brother's Wedding: બોલિવૂડની ખૂબસૂરત અભિનેત્રી ઉર્વશી રૌતેલા તેના લુક્સ અને નિવેદનોને કારણે ઘણી વાર ચર્ચામાં રહે છે. ઉર્વશી આ દિવસોમાં તેના ભાઈના લગ્નમાં વ્યસ્ત છે. ઉર્વશીના લગ્નના ઘણા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે જે ફેન્સ માટે કોઈ ટ્રીટથી ઓછા નથી. આ ફોટા અને વીડિયોમાં ઉર્વશી ખૂબ જ સુંદર લાગી રહી છે. ચાહકો તેની ખૂબસૂરતીના વખાણ કરતાં થાકી રહ્યા નથી.
ભાઈના લગ્નમાં ઉર્વશીની ધમાલ
ઉર્વશી શહેરની ધમાલથી દૂર ઉત્તરાખંડના પહાડી વિસ્તારમાં તેના ભાઈના લગ્નમાં ખૂબ જ મસ્તી કરી રહી છે. અહેવાલો અનુસાર અભિનેત્રી તેના ભાઈના લગ્નમાં હાજરી આપવા માટે તેના વતન ગઈ હતી. આટલું જ નહીં ઉર્વશી પોતાના પૈતૃક ઘર સકમુંડા ગામમાં જતા પહેલા સિદ્ધબલી મંદિરમાં દર્શન માટે પહોંચી હતી. ઉર્વશીએ તેની માસીના પુત્રના લગ્નમાં ધૂમ મચાવી હતી. ઉર્વશી રૌતેલાએ તેના ભાઈના લગ્નમાં તેના ગ્લેમરસ લુકથી લાઈમલાઈટ લૂટી લીધી હતી. લગ્નના ફોટામાં ઉર્વશી આઇવરી રંગના લહેંગામાં જોવા મળી રહી છે સાથે જ તેને મેચિંગ બ્લાઉઝ પહેર્યો છે. ઉર્વશીના લહેંગા-ચોલી પર ભારે ભરતકામ છે. અભિનેત્રીએ તેના દેખાવને સિક્વિન્સ અને સ્ટોન વાળા દુપટ્ટા સાથે પૂર્ણ કર્યો છે. એક્સેસરીઝ માટે ઉર્વશીએ સ્ટોન એક્સેન્ટ અને ગ્રીન ડ્રોપ બીડ્સ સાથે હેવી જ્વેલરી પસંદ કરી છે.
ઉર્વશીના આ લુકની કિંમત
તમે ઉર્વશીનો લુક તો જોયો હશે, પરંતુ ઉર્વશીના લહેંગાની કિંમત જાણીને તમે પણ દંગ રહી જશો. અભિનેત્રીના લહેંગાની કિંમત 35 લાખ રૂપિયા છે અને એસેસરીઝની કિંમત લગભગ 85 લાખ રૂપિયા છે. એકંદરે, તેના ભાઈના લગ્ન માટે ઉર્વશીના લુકની કિંમત 1 કરોડ 20 લાખ રૂપિયા છે.
ઉર્વશી રૌતેલા વર્ક ફ્રન્ટ
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ઉર્વશી સાઉથની ફિલ્મમાં જોવા મળશે. તે અભિનેતા રામ પોથિનેની સાથે ફિલ્મમાં કામ કરી રહી છે. ઉર્વશી રણદીપ હુડ્ડા સાથે ‘ઇન્સ્પેક્ટર અવિનાશ’માં પણ જોવા મળશે. આ સિવાય તે મિશેલ મોરોન સાથે હોલિવૂડમાં પણ ડેબ્યૂ કરી રહી છે.