ઋષભ પંતના અકસ્માત બાદ ઉર્વશી રૌતેલાએ કરી આ પોસ્ટ, લોકોએ કહ્યું- 'આ છે સાચો પ્રેમ'
Urvashi Rautela Instagram Post :બોલીવુડ અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ શેર કરી છે. ભારતીય ક્રિકેટર ઋષભ પંતના અકસ્માત બાદ તેણે આ પોસ્ટ શેર કરી છે.
Rishabh Pant Accident: ભારતીય ક્રિકેટર ઋષભ પંતના અકસ્માતના સમાચારે તેના ચાહકોને ઘેરો આઘાત આપ્યો છે. શુક્રવારે સવારે ઋષભ પંત વિશે સમાચાર આવ્યા કે તેમની કારનો અકસ્માત થયો અને કારની તસવીરો જોઈને લોકો ચૌકી ગયા હતા. તેની કાર ડિવાઈડર સાથે અથડાઈ અને તે પછી કારમાં આગ લાગી હતી. ઋષભ પંતને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને તેના તમામ ચાહકો તેના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે. ઋષભ પંતના અકસ્માતના સમાચાર વચ્ચે અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરીને લોકોનું ધ્યાન ખેંચ્યું છે. ઉલ્લેખનીય છે કે, ઋષભ પંત અને ઉર્વશી રૌતેલાના કથિત અફેરને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે.
ઉર્વશી રૌતેલાએ પોસ્ટ શેર કરી છે
ઉર્વશી રૌતેલાએ શુક્રવારે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પોતાની એક તસવીર શેર કરી હતી. આ સાથે તેણે કેપ્શનમાં લખ્યું, 'હું પ્રાર્થના કરી રહી છું.' ઉર્વશી રૌતેલાની આ પોસ્ટ પર સોશિયલ મીડિયા યુઝર્સે કોમેન્ટ કરવાનું શરૂ કર્યું. પોસ્ટ પર મોટાભાગની કોમેન્ટ ઋષભ પંત વિશે હતી. એક યુઝરે લખ્યું છે કે, 'ઋષભ ભાઈને જોવા આવો, ફોટો પછી મુકો.' એક યુઝરે લખ્યું છે કે, 'આ સાચો પ્રેમ છે.' એક યુઝરે લખ્યું છે કે, 'ઋષભ પંતનો અકસ્માત થયો છે. આ સ્ત્રી સોળ શણગાર સજી રહી છે. એક યુઝરે લખ્યું છે કે, 'કૃપા કરીને એક વાર ભાભી ભૈયાને મળો.' નોંધનીય બાબત છે કે ઉર્વશી રૌતેલાએ પોતાની પોસ્ટમાં ઋષભ પંતનું નામ નથી લખ્યું.
View this post on Instagram
ઉર્વશી રૌતેલા અને ઋષભ પંત વચ્ચે અણબનાવ
ઉલ્લેખનીય છે કે ઉર્વશી રૌતેલા અને ઋષભ પંતના અફેરના સમાચાર હેડલાઇન્સમાં હતા. જો કે, બાદમાં બંને વચ્ચે અણબનાવના અહેવાલો આવ્યા હતા અને બંને વચ્ચે ઉગ્ર સોશિયલ મીડિયા યુદ્ધ થયું હતું. ઉર્વશી રૌતેલાના કરિયરની વાત કરીએ તો તેણે વર્ષ 2013માં ફિલ્મ 'સિંહ સાબ ધ ગ્રેટ'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ પછી ઉર્વશી રૌતેલાએ બોલિવૂડ અને સાઉથની ફિલ્મોમાં કામ કર્યું છે.