શોધખોળ કરો
વરુણ અને નતાશાએ લગ્ન કર્યા પરંતુ હનીમૂન પર જવાનુ ટાળ્યુ, જાણો શું છે કારણ
કેટલાક રિપોર્ટ કહી રહ્યાં છે કે ન્યૂલી વેડ કપલ હનીમૂન માટે તુર્કી જઇ રહ્યાં છે, પરંતુ હવે એવુ નથી થવાનુ. ખરેખરમાં વરુણે પોતાનું હનીમૂન પૉસ્ટપૉડ કરી દીધુ છે. રિપોર્ટ છે કે તે પોતાની અપકમિંગ ફિલ્મ ભેડિયાનુ શૂટિંગ શરૂ કરવાનો છે

મુંબઇઃ એક્ટર વરુણ ધવને તાજેતરમાં જ પોતાની બાળપણની મિત્ર નતાશા દલાલ સાથે લગ્ન કરી લીધા, બન્નેના લગ્ન અલીબાગમાં ધામધૂમથી સંપન્ન થયા. લગ્ન બાદ હવે બન્નેના હનીમૂનની ચર્ચા થઇ રહી છે. કેટલાક રિપોર્ટ કહી રહ્યાં છે કે ન્યૂલી વેડ કપલ હનીમૂન માટે તુર્કી જઇ રહ્યાં છે, પરંતુ હવે એવુ નથી થવાનુ. ખરેખરમાં વરુણે પોતાનું હનીમૂન પૉસ્ટપૉડ કરી દીધુ છે. રિપોર્ટ છે કે તે પોતાની અપકમિંગ ફિલ્મ ભેડિયાનુ શૂટિંગ શરૂ કરવાનો છે. લગ્ન બાદ કામ પર પરત ફરી ચૂક્યો છે વરુણ ધવન.... ફિલ્મ સાથે જોડાયેલા એક નજીકના સુત્રએ જાણકારી આપી છે કે ક્રૂ ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં અરુણાચલ પ્રદેશમાં ફિલ્મ ભેડિયાના પહેલા તબક્કાનુ શૂટિંગ શરૂ કરી શકે છે. ટીમ છેલ્લા કેટલાક અઠવાડિયાથી ફ્લૉર પર આવવા માટે બીઝી છે. વળી ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે, વરુણ, જે પોતાના લગ્નની તારીખ નજીક આવતી હોવા છતાં પણ મૈડૉક ફિલ્મ્સની ઓફિસમાં અવરજવર કરતો દેખાયા કરતો હતો, પહેલાથી જ કામ પર પરત ફરી ચૂક્યો છે. ભેડિયામાં અલગ અવતારમાં દેખાશે.... ખરેખરમાં વરુણ ભેડિયાને લઇને ખુબ ઉત્સાહિત છે, આ એક મૈડૉક ફિલ્મ્સની સાથે તેનુ બીજુ આઉટિંગ છે. બદલાપુરની સફળતા બાદ એકવાર ફરીથી ફેન્સને તેને અલગ અવતારમાં જોવાનો મોકો મળશે. સુત્રો અનુસાર ભેડિયા એક હૉરર-કૉમેડી છે, જેને મૈડૉક ફિલ્મ્સ પ્રૉડ્યૂસ કરી રહ્યું છે, અને આનુ ડાયરેક્શન અમર કૌશિક કરશે.
વધુ વાંચો





















