સદી ફટકારતાની સાથે જ વિરાટ કોહલીએ પત્ની અનુષ્કાને કર્યો વીડિયો કોલ, પતિ પર પ્રેમ વરસાવતી જોવા મળી એક્ટ્રેસ
Aushka Sharma Virat Kohli: અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ક્રિકેટર સ્ટેડિયમમાંથી વીડિયો કોલ પર અનુષ્કા સાથે વાત કરતો જોવા મળે છે.
Aushka Sharma Virat Kohli: બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને ક્રિકેટર વિરાટ કોહલી સૌથી લોકપ્રિય સેલેબ્સ કપલ છે. બંને ઘણીવાર એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ વિતાવતા જોવા મળે છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક ક્લિપ ખૂબ વાયરલ થઈ રહી છે. આ ક્લિપમાં કોહલી તેની પ્રેમાળ પત્ની અનુષ્કા સાથે વીડિયો કોલ પર વાત કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
“ tu hai toh mujhe phir aur kya chahiyeeeee ” ❤❤❤ pic.twitter.com/HbbbRER96x
— Shreya ❤ (@Shreyaztweets) May 18, 2023
વીડિયો કોલ પર વિરાટ-અનુષ્કાની વાતચીતનો વીડિયો વાયરલ થયો છે
સનરાઇઝર્સ હૈદરાબાદ વિરૂદ્ધ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની IPL મેચ દરમિયાન આ ક્રિકેટરે સદી ફટકારી હતી. વિરાટે પત્ની અનુષ્કા શર્મા સાથે વીડિયો કોલ પર પોતાની ખુશી શેર કરી હતી. બંને એકબીજા સાથે વીડિયો કોલ પર વાત કરતા જોવા મળ્યા હતા. તમને જણાવી દઈએ કે RCB vs SH મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં યોજાઈ હતી. સ્ટુડિયોમાંથી અનુષ્કા સાથે વિરાટના વીડિયો કોલનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને ચાહકોનું દિલ જીતી રહ્યો છે.
Virat Kohli is on a video call with his biggest supporter❤️
— CricTracker (@Cricketracker) May 18, 2023
📸: Jio Cinema | @imVkohli | @AnushkaSharma pic.twitter.com/RiAHIXZebO
ચાહકો કોમેન્ટ કરી રહ્યા છે
ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ પર ચાહકો દ્વારા આ વીડિયોને વ્યાપકપણે શેર કરવામાં આવી રહ્યો છે. ઘણા લોકોએ કોમેન્ટ પણ કરી છે. એક પ્રશંસકે લખ્યું, "તુ હૈ તો મુઝે ફિર ઔર ક્યા ચાહિયે" વીડિયો પર કોમેન્ટ કરતાં બીજા એક પ્રશંસકે લખ્યું, "મેં મેચ નથી જોઈ પરંતુ તે ખૂબ જ સ્વીટ અને ક્યૂટ વિરુષ્કા ગોલ છે."
અનુષ્કા અને વિરાટે વર્ષ 2017માં લગ્ન કર્યા હતા
જણાવી દઈએ કે અનુષ્કા અને વિરાટના લગ્ન 11 ડિસેમ્બર 2017ના રોજ ઈટાલીમાં થયા હતા. 11 જાન્યુઆરી, 2021ના રોજ દંપતીએ પુત્રી વામિકાનું સ્વાગત કર્યું હતું. હાલમાં જ અનુષ્કાએ પોતાની કારકિર્દી અને અંગત જીવન વિશે વાત કરી હતી. ન્યૂઝ એજન્સી ANI દ્વારા અનુષ્કાને ટાંકતા જણાવવામાં આવ્યું હતું કે, "હું ધન્ય અનુભવું છું કે હું આજે એવી સ્થિતિમાં છું કે હું તે પ્રકારની ફિલ્મો પસંદ કરી શકું છું જે હું કરવા માંગુ છું. હું મારા કાર્યકારી જીવન અને મારા પારિવારિક જીવન પર સમાન રીતે ધ્યાન કેન્દ્રિત કરવા માંગુ છું."
અનુષ્કા શર્મા કરિયર
અનુષ્કા છેલ્લે શાહરૂખ ખાન અને કેટરીના કૈફ સાથે 'ઝીરો'માં જોવા મળી હતી. આનંદ એલ. રાયના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ 2018માં રિલીઝ થઈ હતી. અભિનેત્રી ટૂંક સમયમાં સ્પોર્ટ્સ બાયોપિક 'ચકડા એક્સપ્રેસ'માં જોવા મળશે, જે ભારતીય ક્રિકેટર ઝુલન ગોસ્વામીના જીવન પર આધારિત છે.