Brahma Mishra Death: મિર્ઝાપુર વેબ સીરીઝના એક્ટર બ્રહ્મા મિશ્રાનું નિધન, મૃતદેહ ફ્લેટના બાથરૂમમાંથી મળ્યો
'મિર્ઝાપુર' વેબસીરિઝમાં ‘લલિત’ ની ભૂમિકા નિભાવનારા બ્રહ્મા મિશ્રાનું નિધન થયું છે. ‘મુન્નાભાઇ’ ઉર્ફ દિવ્યેંદુ શર્માએ ઇન્સ્ટાગ્રામ પર લલિતનો ફોટો શેર કરી આ સમાચાર આપ્યા હતા.
મુંબઈ: 'મિર્ઝાપુર' વેબસીરિઝમાં ‘લલિત’ ની ભૂમિકા નિભાવનારા બ્રહ્મા મિશ્રાનું નિધન થયું છે. ‘મુન્નાભાઇ’ ઉર્ફ દિવ્યેંદુ શર્માએ ઇન્સ્ટાગ્રામ પર લલિતનો ફોટો શેર કરી આ સમાચાર આપ્યા હતા. લલિતના રોલમાં બધાનું દિલ જીતનારા બ્રહ્માનું નાની ઉંમરમાં નિધનના સમાચારથી સૌ કોઇને શોક લાગ્યો છે. દિવ્યેંદુ શર્માની પોસ્ટને કોઇ વિશ્વાસ થઇ રહ્યો નથી કે હવે તે આ દુનિયામાં નથી. 29 નવેમ્બરના રોજ ચેસ્ટ પેનની ફરિયાદ બાદ ડૉક્ટરે ગેસની દવા આપીને ઘરે મોકલી દીધો હતો, પરંતુ બ્રહ્માને હાર્ટ-અટેક આવ્યો અને તેનું નિધન થઈ ગયું.
બ્રહ્મા મિશ્રાએ અનેક ફિલ્મો અને સીરિયલ્સમાં કામ કર્યું છે પરંતુ તેને ઓળખ મિર્ઝાપુર વેબસીરિઝથી મળી હતી. સીરિઝમાં તેના કામને નજરઅંદાજ ભાગ્યે જ કોઇએ કર્યું હશે. એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે આ તેની લાઇફનો સૌથી સારો રોલ હતો.
મિર્ઝાપુરના 'મુન્ના શુક્લા' એટલે કે દિવ્યેન્દુ શર્માએ પણ બ્રહ્મા મિશ્રાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. ઈન્સ્ટાગ્રામ પર બ્રહ્મા મિશ્રા સાથેનો ફોટો શેર કરતા તેણે લખ્યું, ભગવાન તમને શાંતિ આપે બ્રહ્મા મિશ્રા.
ભોપાલ રાયસેનનો રહેવાસી બ્રહ્મા મિશ્રા 32 વર્ષનો હતો. તેને રાયસેનમાં જ 10મા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. તેના પિતા ભૂમિ વિકાસ બેંકમાં કામ કરતા હતા. બ્રહ્માએ મિર્ઝાપુર સિવાય કેસરી, હસીન દિલરુબા, માંઝી, બદ્રીનાથ કી દુલ્હનિયામાં પણ કામ કર્યું હતું. બ્રહ્માએ 2013માં ચોર ચોર સુપર ચોરથી ડેબ્યુ કર્યું હતું. તેની છેલ્લી ફિલ્મ 2021માં તાપસી પન્નુ સાથે 'હસીન દિલરુબા' હતી.
બે દિવસ પહેલાં એટલે કે 30 નવેમ્બરે બ્રહ્માનો 32મો જન્મદિવસ હતો. બ્રહ્માએ 5 દિવસ પહેલાં ફેસબુક પોસ્ટ પણ કરી હતી, જેમાં તેણે લખ્યું છે કે- આસક્તિનો નાશ જ મોક્ષ કહેવાય છે.
બ્રહ્મા મિશ્રાના રોલ મોડલ મનોજ બાજપેયી હતા. તે ક્યારેય મનોજ બાજપેયી સાથે ફોટો ક્લિક કરવાની તક ગુમાવતો નહોતો. તેણે પોતે મનોજ બાજપેયી સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો અને તેને પોતાનો રોલ મોડલ ગણાવ્યો હતો.