(Source: ECI/ABP News/ABP Majha)
'આતંકવાદીનો રોલ છે’ નથી કરવો, જ્યારે Nana Patekarએ આવું કહીને લિયોનાર્ડો ડીકેપ્રિયોની ફિલ્મને મારી હતી ઠોકર
Nana Patekar Rejected Leonardo DiCaprio Movie: અનુરાગ કશ્યપે તાજેતરમાં એક ઈન્ટરવ્યુ આપ્યો હતો. જેમાં તેણે જણાવ્યું હતું કે નાના પાટેકરે બોડી ઓફ લાઈઝ ફિલ્મ કરવાની ના પાડી હતી.
Nana Patekar Rejected Body Of Lies: લિયોનાર્ડો ડીકેપ્રિયો હોલીવુડનો સુપરસ્ટાર છે. હોલિવૂડ સ્ટાર્સ તો બોલીવુડ સ્ટાર્સ પણ તેની સાથે કામ કરવા ઉત્સુક છે. જો કે હોલિવૂડની ફિલ્મોમાં કામ કરવાની તક માત્ર બોલિવૂડના કેટલાક સ્ટાર્સને જ મળે છે, પરંતુ જેને પણ મળી છે તેણે આ તક જવા દીધી નથી. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે બોલિવૂડ એક્ટર નાના પાટેકરે લિયોનાર્ડો ડીકેપ્રિયો અને રસેલ ક્રોની ફિલ્મ કરવાની ના પાડી દીધી હતી. હા, આ વાતનો ખુલાસો બોલિવૂડના પ્રખ્યાત નિર્દેશક અનુરાગ કશ્યપે કર્યો છે.
અનુરાગ કશ્યપનો ખુલાસો
હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યુમાં અનુરાગ કશ્યપે એક ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. હોલીવુડના દિગ્દર્શક રિડલી સ્કોટ નાના પાટેકરને તેમની ફિલ્મ બોડી ઓફ લાઈઝમાં કાસ્ટ કરવા માંગતા હતા. પરંતુ તેમણે આ ઓફર ઠુકરાવી દીધી હતી કે તેઓ આતંકવાદીનો રોલ કરવા માંગતા નથી. અને જ્યારે અનુરાગ કશ્યપને પૂછવામાં આવ્યું કે તેણે ક્યારેય નાના પાટેકર સાથે કેમ કામ નથી કર્યું? આ અંગે તે કહે છે કે બંનેએ ઘણીવાર સાથે કામ કરવા અંગે ચર્ચા કરી છે. અનુરાગે જણાવ્યું કે નિર્માતા ક્રિસ સ્મિથને ફિલ્મ ધ પૂલના પાત્ર માટે નાના જેવા કોઈની જરૂર હતી. આ માટે તે અનુરાગ પાસે મદદ માટે પહોંચ્યો હતો.
નાના પાટેકરે ફિલ્મ માટે ના કહી: અનુરાગ કશ્યપ
ક્રિસ સ્મિથે અનુરાગને બતાવેલ સંદર્ભ ચિત્રમાં નાના પાટેકર સંપૂર્ણ રીતે ફિટ બેસતા હતા. જે બાદ અનુરાગ પોતે આ ફિલ્મનો પ્રસ્તાવ લઈને નાના પાસે ગયો હતો. નાના ફિલ્મમાં કામ કરવા રાજી થયા. આ ફિલ્મે સનડાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં એવોર્ડ પણ જીત્યો હતો. આ ફિલ્મમાં નાનાના કામથી ઓસ્કાર વિનર રિડલી સ્કોટ પણ પ્રભાવિત થયા હતા. અનુરાગે કહ્યું, "રિડલી સ્કોટે ધ પૂલ જોઇ અને મને એક ઈમેલ મોકલ્યો. તે બોડી ઓફ લાઈઝમાં માર્ક સ્ટ્રોંગની ભૂમિકા ભજવવા માટે નાના પાટેકરને કાસ્ટ કરવા માંગતો હતો. હું નાના પાસે ગયો તેને કહ્યું કે રિડલી સ્કોટ તેને તેની ફિલ્મ કરવા ઈચ્છે છે. જેમાં નાનાએ કહ્યું, "આતંકવાદી કા રોલ હૈ, નહી કરના." બોડી ઓફ લાઈસ એ 2008ની જાસૂસી થ્રિલર છે જેમાં લીઓનાર્ડો ડી કેપ્રિયો અને રસેલ ક્રો મુખ્ય ભૂમિકામાં છે.