Jamnagar News: જામનગરના ડૉક્ટરે દર્દી ને આપી એવી ઓફર કે સો.મીડિયામાં થયા વાયરલ
જામનગરના તબીબ રવિ પરમાર હાલ સોશિયલ મીડિયામાં વાયરલ. દર્દીઓની સુવિધા માટે તેમણે અનોખી સ્કીમ બહાર પાડી. દર્દીઓને લેવા અને મુકવા માટે તેઓ ફ્રીમાં રિક્ષા સર્વિસ આપી રહ્યા છે. એક વર્ષ માટે પ્રથમ 100 દર્દી પાસે માત્ર 100 રૂપિયાનો ચાર્જ લઈ રહ્યા છે. તેમની આ જાહેરાતથી કેટલાક લોકો સોશિયલ મીડિયામાં તેમને ટ્રોલ કરી રહ્યા છે.જોકે, રવિ પરમારનું કહેવું છે કે, આ સ્કીમ નથી પણ સુવિધા છે. ડૉક્ટરનો વ્યવસાય શેરબજાર કે હીરા બજારની જેમ કમાણી કરવાનો નથી.
શેરબજાર હોય કે હીરાબજાર, સોનાચાંદી બજાર હોય કે FMCG- સર્વત્ર મંદીના માહોલ વચ્ચે જામનગરના એક તબીબની ઓફર દર્દીઓમાં લોકપ્રિય બની છે. અને આ ઓફર હાલ સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર ટ્રેન્ડ કરી રહી છે, જો કે સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સના વલણ અનુસાર ઘણાં લોકો આ ઓફર ટ્રોલ પણ કરી રહ્યા છે. ત્યારે આ ઓફર આપનાર ડો.રવિ પરમારે એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં દાવો કર્યો છે કે, લોકો તથા દર્દીઓ આ ઓફર સંબંધે મને અભિનંદન આપી રહ્યા છે, આ સ્કીમ નથી, સુવિધા છે.