(Source: ECI/ABP News/ABP Majha)
કોણ છે ગંગૂબાઈ કાઠિયાવાડી ? કેમ રિલીઝ પહેલા આલિયા ભટ્ટની ફિલ્મ આવી વિવાદમાં
આલિયા ભટ્ટ(Alia Bhatt)ની ફિલ્મ ગંગૂબાઈ કાઠિયાવાડી(Gangubai Kathiawadi) રિલીઝ પહેલા વિવાદનો ભાગ બની ચુકી છે.
આલિયા ભટ્ટ(Alia Bhatt)ની ફિલ્મ ગંગૂબાઈ કાઠિયાવાડી(Gangubai Kathiawadi) રિલીઝ પહેલા વિવાદનો ભાગ બની ચુકી છે. ગંગૂબાઈ કાઠિયાવાડીના પરિવારજનોએ તે દાવો કર્યો છે કે પૈસાની લાલચમાં મેકર્સે તેમના પરિવારને બદનામ કરી દીધો છે. પરિવારજનોનું કહેવું છે કે ફિલ્મમાં સોશિયલ વર્કર રહી ચુકેલી ગંગૂબાઈ કાઠિવાયાડીને એક સેક્સ વર્કરની ભૂમિકામાં દેખાડવામાં આવી છે. તેવામાં આ વાતથી પરેશાન પરિવારજનોએ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે.
કોણ હતી ગંગૂબાઈ કાઠિયાવાડી ?
હુસૈન ઝૈદીના પુસ્તક માફિયા ક્વીન્સ ઓફ મુંબઈ પ્રમાણે ગંગૂબાઈ કાઠિવાયાડી ગુજરાતમાં રહેતી 16 વર્ષની ભોળી છોકરી હતી જેણે પોતાનાથી મોટી ઉંમરના યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો. પરિવારજનોની વિરુદ્ધ જઈને ગંગૂબાઈએ પોતાના પ્રેમી સાથે લગ્ન કરી લીધા હતા. પરંતુ આ પ્રેમ ગંગૂબાઈને જીવનમાં તે જગ્યાએ લઈ ગયો, જ્યાં તેના જીવનમા તબાહી સામે આવી. 16 વર્ષની ઉંમરમાં પતિ રમણીક, જે તેના પિતાનો એકાઉન્ટન્ટ હતો, તેના પર વિશ્વાસ કરી, પરિવારજનોને દગો આપી, ગંગૂબાઈ તેની સાથે માયા નગરી મુંબઈ પહોંચી હતી.
પતિએ કર્યો તેની જિંદગીનો 500 રૂપિયામાં સોદો
ગુજરાતથી નિકળીને ગંગૂબાઈ રમણીકની સાથે મુંબઈ રહેવા લાગી હતી. પરંતુ આ વચ્ચે રમણીકે તેને મુંબઈના જાણીતા કમાઠીપુરા રેડ લાઇટ એરિયાની કોઠીવાળીને તેની માસી ગણાવી માત્ર 500 રૂપિયામાં વેચી દીધી હતી. તેના પતિએ તેની જિંદગીનો સોદો કરી દીધો હતો.
કરીમ લાલાની બહેન બની ગંગૂબાઈ કાઠિયાવાડી
શૌકત ખાનની આ હરકતનો શિકાર થયેલી ગંગૂબાઈ કાઠિયાવાડી જ્યારે કરીમ લાલાની પાસે પહોંચી અને તેને પોતાની આપવીતી વર્ણવી હતી. ત્યારબાદ કરીમ લાલાએ ગંગૂબાઈને પોતાની બહેન બનાવી લીધી અને તેની રક્ષા કરવાનું વચન આપ્યું હતું. ગંગૂબાઈએ કરીમ લાલાને રાખડી બાંધી અને પોતાનો ભાઈ બનાવી લીધો હતો. તે દિવસથી ગંગૂબાઈને કમાઠીપુરામાં લેડી ડોનના નામથી ઓળખવામાં આવી. કરીમ લાલાથી જેટલા લોકો ડરતા હતા, તેનાથી વધુ ડર ધીમે-ધીમે ગંગૂબાઈ કાઠિયાવાડીથી લાગવા લાગ્યો હતો.
ગંગૂબાઈના બાળકોએ કોર્ટનો દરવાજો ખખડાવ્યો
સાંભળવા મળ્યું છે કે ગંગૂબાઈ તે માસૂમ યુવતીઓને પોતાના કોઠા પર રહેવા માટે મજબૂર નહોતી કરતી, જે ખુદ ન રહેવા ઈચ્છતી હોય તેવામાં ગંગૂબાઈ કાઠિવાવાડીના પરિવારજનો જે તેના કિસ્સાને ખુબ ગર્વ સાથે સંભળાવતા હતા, કે તેની નાની ગંગૂબાઈ કાઠિયાવાડી સોશિયલ વર્કર હતી. તેમનું કહેવું છે કે ફિલ્મ આવ્યા બાદ લોકોના મગજમાં તેમની છબી એક પ્રોસ્ટિટ્યૂટની બની ગઈ છે. જેનાથી પરેશાન થઈ પરિવારજનોએ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે.