(Source: ECI/ABP News/ABP Majha)
Hun To Bolish | હું તો બોલીશ | 'ન્યાય'ના મુદ્દે રાજનીતિ કેમ?
દાહોદ જિલ્લાના સિગવડ તાલુકાની તોરણી પ્રાથમિક શાળાની ધોરણ-1ની માસુમ વિધાર્થીનીના હત્યારા 56 વર્ષના આચાર્ય ગોવિંદ નટ સામે સમગ્ર જિલ્લામાં ભારે ફિટકાર છે. ત્યારે દાહોદ પોલીસે રેકોર્ડ બ્રેક 12 દિવસમાં જ દાખલ કરી દીધી ચાર્જશીટ. 1700 પાનાની ચાર્જશીટમાં દોઢસો જેટલા સાક્ષીઓને તપાસાયા છે. આ મુદ્દે 300 લોકોની ટીમે કામ કર્યું. 65 જેટલા અલગ અલગ રિપોર્ટ ચાર્જશીટમાં મૂકવામાં આવ્યા. 12 દિવસમાં ચાર્જશીટ ફાઈલ થતાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મૌન તોડ્યું. હર્ષ સંઘવીનું કહેવું હતું કે, ચાર્જશીટમાં ડિજિટલ એવિડેન્સ. ફોરેન્સિક DNA એનાલિસિસ. ફોરેન્સિક બાયોલોજિકલ એનાલિસિસનો સમાવેશ કરાયો છે. જેની વિશેષતા એ છે કે, એપિથિલિયલ કોષો શરીરની ત્વચા પર હોય છે. ગુના દરમિયાન આવા કોષો મળી આવે છે અને DNA દરમિયાન આરોપીના DNA સાથે આ કોષો મેળ ખાતા હોય છે. જેથી સાક્ષીઓ ન મળે તો પણ આ વૈજ્ઞાનિક પુરાવાના આધારે ગુનાની સાબિતી થઈ શકે છે. નરાધમ આચાર્યએ પુરાવાનો નાશ કરવા માટે ગાડી ધોવડાવી હતી. તો સાક્ષીઓને પણ ધમકાવ્યા હતા. જેના કોલ રેકોર્ડ મળી આવ્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ દાહોદ પોલીસની ઝડપી કામગીરીને બિરદાવી. તો આ મુદ્દે રાજનીતિ પણ થઈ. સાંભળી લઈએ ભાજપ-કોંગ્રેસના સામ સામે પ્રહાર.
મહિલાઓ ઉપર થયેલા દુષ્કર્મના ગુન્હામાં વર્ષ 2022માં 92 ચુકાદાઓ આવ્યા. 92 પૈકી 3 કેસમાં ફાંસીની સજા, 12 કેસમાં આજીવન કેદની સજા કોર્ટે ફટકારી. મહિલાઓ ઉપર થયેલા દુષ્કર્મના ગુન્હામાં વર્ષ 2023માં 265 ચુકાદાઓ આવ્યા. 265 પૈકી 5 કેસમાં ફાંસીની સજા, 28 કેસમાં આજીવન કેદની અને 121 કેસમાં જનમ ટીપની સજા કોર્ટે ફટકારી. મહિલાઓ ઉપર થયેલા દુષ્કર્મના ગુન્હામાં વર્ષ 2024માં 280 ચુકાદાઓ આવ્યા. 280 પૈકી 1 કેસમાં ફાંસીની સજા, 39 કેસમાં આજીવન કેદની અને 155 કેસમાં જનમ ટીપની સજા કોર્ટે ફટકારી.
વડોદરા શહેરમાં ભાજપ સાથે સંકળાયેલો આકાશ ગોહિલ. રાત્રે તે એક પરણિતાના ઘરમાં ઘૂસી ગયો. બાદમાં દુષ્કર્મ આચરી ભાગી ગયો. 23 સપ્ટેમ્બરે પોલીસે તેની સામે ગુનો નોંધ્યો હતો. ફરિયાદ નોંધાયાના એક અઠવાડિયા બાદ તેની ધરપકડ થઈ. આરોપી 10 દિવસ પછી પકડાયો તેમ છતા પોલીસ તેની પૂછપરછ કરવા માટે રિમાન્ડ મેળવવા ન માગતી હોવાનો આરોપ કોંગ્રેસે લગાવ્યો.