PM Kisan Yojana: ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, પીએમ કિસાન યોજનાના પૈસા આ દિવસે આવશે બેન્ક એકાઉન્ટમાં
PM Kisan Yojana:આવી સ્થિતિમાં આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ ઇ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે
PM Kisan Yojana: દેશભરના કરોડો ખેડૂતોને દિવાળી પહેલા ભેટ મળવા જઈ રહી છે. મોદી સરકાર બે દિવસ પછી એટલે કે 5મી ઓક્ટોબરે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 18મો હપ્તો જાહેર કરવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (5 ઓક્ટોબર 2024)ના રોજ મહારાષ્ટ્રમાં વાશિમની મુલાકાત લેશે. જ્યાંથી તેઓ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 18મો હપ્તો બહાર પાડશે. DBTના માધ્યમથી લાભાર્થીઓના બેન્ક એકાઉન્ટમાં 2000 રૂપિયાનો 18મો હપ્તો જમા કરવામાં આવશે.
આવી સ્થિતિમાં આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ ઇ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. જો તમારું ઈ-કેવાયસી નથી થયું તો તમને આ યોજનાનો લાભ નહીં મળે. આવી સ્થિતિમાં તમારી પાસે હજી પણ તક છે કે તમે આ યોજનાનો લાભ મેળવવા માટે તમારું ઇ-કેવાયસી કરી શકો છો.
આ યોજના 2 ફેબ્રુઆરી, 2019 ના રોજ શરૂ થઈ હતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે 2 ફેબ્રુઆરી, 2019ના રોજ ખેડૂતોના કલ્યાણ માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) નામની એક મહત્વાકાંક્ષી યોજના શરૂ કરી હતી. દેશના ખેડૂત પરિવારોને સકારાત્મક આવક આધાર સુનિશ્ચિત કરવા અને ઉત્પાદક, સ્પર્ધાત્મક, વૈવિધ્યસભર, સમાવિષ્ટ અને ટકાઉ કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે આ યોજના શરૂ કરવામાં આવી હતી.
તમને દર 4 મહિને 2,000 રૂપિયા મળે છે
આ વિશ્વની સૌથી મોટી DBT યોજનાઓમાંથી એક છે. યોજના હેઠળ પાત્ર ખેડૂત પરિવારોને દર ચાર મહિને 2,000 રૂપિયાના ત્રણ સમાન હપ્તામાં વાર્ષિક 6,000નો લાભ આપવામાં આવે છે.
પૈસા સીધા ખાતામાં આવે છે
આ યોજના હેઠળ લાભની રકમ આધુનિક ડિજિટલ તકનીકનો ઉપયોગ કરીને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) મોડ દ્વારા પાત્ર લાભાર્થીઓના બેન્ક ખાતામાં સીધી મોકલવામાં આવે છે. કેન્દ્ર સરકાર આ યોજના માટે 100 ટકા ભંડોળ પૂરું પાડે છે. ચારમાંથી ઓછામાં ઓછા એક લાભાર્થી મહિલા ખેડૂત છે. વધુમાં 85 ટકાથી વધુ નાના અને સીમાંત ખેડૂતો આ યોજના હેઠળ લાભાર્થી છે.
તમામ ખેડૂતો સરળતાથી તેમની KYC પૂર્ણ કરી શકે છે, આ માટે સરકાર દ્વારા PM કિસાન મોબાઈલ એપ પણ લોન્ચ કરવામાં આવી છે, જેના દ્વારા KYC કરવામાં આવે છે. આ એપની વિશેષતા એ છે કે, તે ફેસ ઓથેન્ટિકેશન સાથે જોડાયેલ છે, આ ફિચરથી દૂરના ગામમાં બેઠેલો ખેડૂત પણ પોતાના ચહેરાને સ્કેન કરીને ઈ-કેવાયસી પૂર્ણ કરી શકે છે.PM કિસાન એપમાં ખેડૂતોને ઘણી વધુ સુવિધાઓ પણ આપવામાં આવી છે, જેના દ્વારા તેઓ તેમના ખાતા અને તેમની સ્થિતિ પણ ચકાસી શકે છે.