KGF સ્ટાર યશે પાન મસાલાની જાહેરખબર કરવાનો કર્યો ઇનકાર, ફગાવી કરોડો રૂપિયાની ડીલ
ફિલ્મ સ્ટાર્સને દર્શકો તરફથી જેટલો વધુ પ્રેમ મળે છે, તેટલી વધુ જવાબદારી તેમના પર આવી જાય છે
Yash Refuses Pan Masala endorsement: KGF સ્ટાર યશ એ પાન મસાલાની જાહેરખબર કરવાનો ઇનકાર કરી દીધો છે. ફિલ્મ સ્ટાર્સને દર્શકો તરફથી જેટલો વધુ પ્રેમ મળે છે, તેટલી વધુ જવાબદારી તેમના પર આવી જાય છે. તાજેતરમાં જ્યારે અક્ષય કુમારે પાન મસાલાની જાહેરાત કરી તો લોકોએ તેને ટ્રોલ કર્યો હતો. તેના ચાહકો નિરાશ થયા હતા જેના કારણે તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી તમામ લોકોની માફી માંગી હતી.
View this post on Instagram
એક રિપોર્ટ અનુસાર, KGF સ્ટાર યશ એટલે કે રોકી ભાઈએ પાન મસાલા કંપનીની જાહેરાતની ઓફરને ઠુકરાવી દીધી છે. સાઉથ સ્ટારે કરોડોની ડીલને ઠોકર મારીને ફરી એકવાર પોતાના ચાહકોને ગર્વ અનુભવવાની તક આપી છે.
દક્ષિણના મેગાસ્ટાર યશે પાન મસાલા અને એલચીના બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે સ્પષ્ટપણે ઇનકાર કર્યો હતો. આ વાતની પુષ્ટિ યશની ટીમે કરી છે. યશે કરોડોની ઓફર ઠુકરાવતા તેના ચાહકોના દિલ ખુશ થઈ ગયા છે. છેલ્લા ઘણા દિવસોથી સોશિયલ મીડિયા અને મોટા પડદા પર માત્ર અને માત્ર રોકી ભાઈની જ ચર્ચા થઈ રહી છે. એટલું જ સાઉથના યશ જ નહીં પરંતુ પુષ્પા સ્ટાર અલ્લુ અર્જુને પણ પાન મસાલા કંપનીની કરોડો રૂપિયાની ઓફર ફગાવી દીધી હતી.
પ્રાથમિક શિક્ષકોની જિલ્લા ફેર અને અરસપરસ બદલીને લઈને મહત્વના સમાચાર, જાણો
કપડવંજ સેશન્સ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ગેંગરેપ અને હત્યાના કેસમાં ત્રણ આરોપીઓને ફાંસીની સજા ફટકારી