Delhi Flood: દિલ્હીમાં અટવાઇ હૉટ એક્ટ્રેસ, પુરના કારણે ફિલ્મનું શૂટિંગ અધવચ્ચે છોડીને જવુ પડ્યુ પાછુ
જ્હાન્વી કપૂર આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મ 'ઉલ્ઝ'ને લઈને ચર્ચામાં છે. દેશભક્તિ પર આધારિત આ એક થ્રિલર ફિલ્મ છે
Janhvi Kapoor: ભારતમાં વરસાદે ભારે તબાહી સર્જી છે, અત્યારે રાજધાની દિલ્હીમાં આ દિવસોમાં યમુના તોફાની બની છે, જેના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. અનેક વિસ્તારો પાણીમાં ડૂબી જવાથી જનજીવન પ્રભાવિત થયું છે. પૂરની સમસ્યાથી માત્ર દિલ્હીવાસીઓ જ પરેશાન નથી, પરંતુ અભિનેત્રી જ્હાન્વી કપૂર પણ આની પરેશાન થઇ ગઇ છે. દિલ્હીમાં પૂરના કારણે એક્ટ્રેસને પોતાની ફિલ્મનું શૂટિંગ અધવચ્ચેથી અટકાવી દેવું પડ્યુ છે. રિપોર્ટ અનુસાર, અભિનેત્રી પોતાની આગામી ફિલ્મના શૂટિંગ માટે દિલ્હી આવવાની હતી, પરંતુ કેન્દ્રીય રાજધાનીમાં પૂરની સ્થિતિને કારણે તેમ કરી શકી નહીં.
જ્હાન્વી કપૂર આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મ 'ઉલ્ઝ'ને લઈને ચર્ચામાં છે. દેશભક્તિ પર આધારિત આ એક થ્રિલર ફિલ્મ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિનેત્રીની આ ફિલ્મના શૂટિંગનું લાંબુ શિડ્યૂલ દિલ્હીમાં નક્કી કરવામાં આવ્યું હતું. પ્લાન મુજબ તે 10 જુલાઈથી શરૂ થવાનું હતું અને લગભગ 15 દિવસ સુધી શૂટિંગ ચાલવાનું હતું પરંતુ પૂરના કારણે તમામ આયોજન નિષ્ફળ ગયું હતું. રિપોર્ટ્સ અનુસાર, જ્હાન્વી કપૂર અને ફિલ્મની આખી ટીમે 10 જુલાઈએ દિલ્હી આવવાની સંપૂર્ણ તૈયારી કરી લીધી હતી. પરંતુ દિલ્હીમાં ભારે વરસાદ અને હવે પૂરની સ્થિતિને કારણે બધું બદલાઈ ગયું. આ ફિલ્મનું શૂટિંગ દિલ્હીના અનેક આઇકૉનિક લૉકેશન્સ પર થવાનું હતું. આમાં જૂની દિલ્હી, લાલ કિલ્લો, કુતુબ મિનાર, લાજપત નગર માર્કેટ અને બીજા કેટલાક સ્મારકો વગેરેનો સમાવેશ થાય છે. પરંતુ હવે આ તમામ વસ્તુઓ અધવચ્ચેથી પડતી મુકવી પડી છે. દિલ્હીની વર્તમાન પરિસ્થિતિને જોતા ટીમ પાસે શૂટ કેન્સલ કરવા સિવાય કોઈ ઓપ્શન નથી. અત્યાર સુધીમાં નિર્માતાઓએ વૈકલ્પિક સ્થાન પર શૂટિંગ કરવાનો નિર્ણય લીધો નથી, પરંતુ જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો ઓગસ્ટના મધ્યમાં જ દિલ્હીમાં શૂટિંગ શરૂ થશે, જેથી ફિલ્મમાં વાસ્તવિક લૉકેશન બતાવી શકાય.
જ્હાન્વી કપૂર વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, 'ઉલ્ઝ' ઉપરાંત તેની પાસે 'મિસ્ટર એન્ડ મિસિસ માહી' પણ છે, જેમાં તે રાજકુમાર રાવ સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે. આ ઉપરાંત તે જલ્દી જ વરુણ ધવન સાથે ફિલ્મ 'બબાલ'માં પણ જોવા મળશે. આ ફિલ્મ OTT પ્લેટફોર્મ એમેઝૉન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થવા જઈ રહી છે.