જ્યારે અભિજીતનો સંપર્ક સાધવામાં આવ્યો તો, તેમને કહ્યું કે, તે મને ધમકી આપી ચૂકી છે અને બીજા મારી પાસે પૈસા માગી રહ્યાં છે. મે એક કૉમર્શિયલ પ્લેસ ભાડે આપી હતી, મારા જે ભાડુઆત છે તે ત્યાં થોડુક કામ કરાવી રહ્યાં હતા, જેને લઇને તે મહિલાએ અડંગો નાંખ્યો, જોકે, તે જગ્યાનો માલિક હું છું.
2/4
આ દરમિયાન મહિલાએ આરોપ લગાવ્યો કે અભિજીતે તેને ફોન પર જ ગાળાગાળી કરી, બાદમાં મહિલાએ અંબોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી દીધી. પોલીસે આઇપીસીના સેક્શન 509 અને 506 અંતર્ગત કેસ નોંધી તપાસ હાથ ધરી છે.
3/4
મુંબઇઃ બૉલવુડના ફેમસ સિંગર અભિજીત ભટ્ટાચાર્ચ એકવાર ફરીથી મુસીબતમાં ફસાઇ ગયા છે. મુંબઇના અંબોલી પોલીસ સ્ટેશનમાં તેમના વિરુદ્ધ એક કેસ નોંધવામાં આવ્યો છે. અભિજીત પર એવો આરોપ લાગ્યો છે કે તેમને એક મહિલાને ફોન પર વાતચીત દરમિાયન ગાળાગાળી કરી, હવે પોલીસ કેસની તપાસ કરી રહી છે.
4/4
ફેમસ સિંગર અભિજીત ભટ્ટાચાર્ચ વિરુદ્ધ મુંબઇના અંબોલી પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ કેસ નોંધાવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઘટના એવી હતી કે, અભિજીતના ભાડુઆત સોસાયટીમાં કંઇક ડ્રિલીંગનું કામકાજ કરી રહ્યાં હતા. આ મામલે મહિલાની અભિજીત સાથે ફોન પર જ લડાઇ થઇ ગઇ.