લૉકડાઉન હોવા છતાં એક્ટ્રેસ પોતાના સાથીઓ સાથે ફિલ્મનો ક્લાઇમેક્સ કરી રહી હતી શૂટ, ને પોલીસ પહોંચી ગઇ.......
એબીપી ન્યૂઝ સાથે વાત કરતા એક્ટ્રેસ ઉપાસના સિંહે મોરિંડામાં લૉકડાઉનના નિયમો વિરુદ્ધ પોતાની ફિલ્મનુ શૂટિંગ કરવાની વાત માની.
મુંબઇઃ એક કૉમિક અભિનેત્રી તરીકે પોતાની આગવી ઓળખ બનાવનારી અભિનેત્રી ઉપાસના સિંહ (Actress Upasana Singh) વિરુદ્ધ ચંદીગઢની પાસે મોરિંડામાં એક ફિલ્મના શૂટિંગ (Film Shooting) દરમિયાન લૉકડાઉનના નિયમોનુ ઉલ્લંઘન (violation of lockdown) કરવાના કારણે પોલીસે કેસ (Police Case filed) નોંધી દીધો છે.
પંજાબમાં રવિવારથી પુરેપુરી રીતે લૉકડાઉન (Lockdown) લગાવી દેવામાં આવ્યુ છે, પણ આ છતાં અભિનેત્રી ઉપાસના સિંહ (Actress Upasana Singh) ચંદીગઢની પાસે મોરિંડા વિસ્તારમાં પોતાની ફિલ્મ 'બાઇજી કુટ્ટન ગે'ના શૂટિંગમાં વ્યસ્ત હતી. જ્યારે પોલીસને આ વાતની જાણ થઇ તો તાત્કાલિક ત્યાં પહોંચીને શૂટિંગને બંધ કરાવી દીધુ હતુ, અને એક્ટ્રેસ ઉપાસના સિંહ સહિત ફિલ્મના યૂનિટના 10 લોકો વિરુદ્ધ કેસ નોંધી દીધો હતો. ઉલ્લેખનીય છે કે ઉપાસના સિંહ જાતે જ 'બાઇ જી કુટ્ટન ગે'ની નિર્માતા છે, અને ફિલ્મ દ્વારા તે પોતાના દીકરા નાનકને લૉન્ચ કરવા જઇ રહી છે.
રિપોર્ટ હતો કે ઉપાસના સિંહ સહિત પુરી ફિલ્મ યૂનિટ વિરુદ્ધ કેસ કર્યા બાદ પોલીસે ઉપાસના સિંહની ધરપકડ કરી લીધી છે. આને લઇને જ્યારે એબીપી ન્યૂઝે ઉપાસના સિંહનો સંપર્ક કર્યો તો તેમને હંસતા હંસતા કહ્યું- મારી ધરપકડના સમાચાર એકદમ પાયા વિહોણા છે.
આ મામલામાં વાત કરતા ઉપાસના સિંહે એબીપી ન્યૂઝને જણાવ્યુ કે, ખરેખરમાં, પંજાબમાં પહેલા માત્ર શનિવાર અને રવિવારના દિવસે જ લૉકડાઉન લગાવવામાં આવ્યુ હતુ, પણ અચાનક પંજાબમાં થોડાક દિવસો માટે દૈનિક લૉકડાઉનની જાહેરાત કરી દેવામાં આવી. મારી ફિલ્મનુ ચાર દિવસનુ શૂટિંગ બચ્યુ હતુ. આવામાં સોમવારે મોરિંડામાં કૉવિડના તમામ પ્રોટોકોલનુ પાલન કરતા 10 લોકોની સાથે મારી ફિલ્મનુ ક્લાઇમેક્સ શૂટ કરી રહ્યાં હતા. શૂટિંગ દરમિયાન સ્થાનિક પોલીસ પહોંચી ગઇ અને તેમને અમારુ શૂટિંગ બંધ કરાવતા યૂનિટ વિરુદ્ધ કેસ નોંધી લીધો હતો.
ઉપાસના સિંહ માને છે કે લૉકડાઉન દરમિયાન શૂટિંગ કરવુ નિયમોની વિરુદ્ધ હતુ, પણ હું આગળ કહ્યું છે - ફિલ્મનુ માત્ર ચાર દિવસનુ શૂટિંગ બચેલુ છે. આવામાં ફિલ્મની એક મોટી યૂનિટ ત્યાંની એક હૉટલમાં રોકાઇ છે. લૉકડાઉનના કારણે શૂટિંગ ના થવાના કારણે થઇ રહેલા નુકશાનને ધ્યાનમાં રાખીને અમે શૂટિંગ જલ્દી ખતમ કરવાની કોશિશ કરી રહ્યાં હતા.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ પંજાબના લુધિયાના શહેરમાં જિમ્મી શેરગીલ સ્ટારર વેબ શૉ 'યૉર ઓનર' પર કૉવિડ-19ના નિયમોનુ ઉલ્લંઘન અને કર્ફ્યૂના ઉલ્લંઘનના કારણે કેસ નોંધાયો હતો. આ પછી જિમ્મી શેરગીલ સહિત વેબ શૉ સાથે જોડાયેલા 35 લોકો વિરુદ્ધ લુધિયાના પોલીસે કેસ નોંધી લીધો હતો.