Arrested: નરગીસ ફખરીની બહેનની અમેરિકામાં ધરપકડ, બે લોકોને જીવતા સળગાવીને મોતને ઘાટ ઉતાર્યાનો આરોપ
Nargis Fakhri Sister Arrested: 'ડેઈલી ન્યૂઝ'ના અહેવાલ મુજબ, નરગીસ ફખરીની બહેન આલિયાએ ન્યૂયોર્કના ક્વિન્સમાં બે માળના ગેરેજમાં આગ લગાવી દીધી હતી
Nargis Fakhri Sister Arrested: રણબીર કપૂર સાથે બ્લૉકબસ્ટર ફિલ્મ 'રૉકસ્ટાર'માં જોવા મળેલી અભિનેત્રી નરગીસ ફખરી સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. ખરેખર અભિનેત્રી હાલમાં તેની બહેન આલિયાના કારણે ચર્ચામાં છે. આલિયા પર તેના પૂર્વ બૉયફ્રેન્ડ અને તેની ગર્લફ્રેન્ડની હત્યાનો આરોપ છે. જે બાદ તેની ધરપકડ કરવામાં આવી છે.
આલિયાએ લગાવી હતી બે માળના ગેરેજમાં આગ ?
'ડેઈલી ન્યૂઝ'ના અહેવાલ મુજબ, નરગીસ ફખરીની બહેન આલિયાએ ન્યૂયોર્કના ક્વિન્સમાં બે માળના ગેરેજમાં આગ લગાવી દીધી હતી. તેના પૂર્વ બૉયફ્રેન્ડ એડવર્ડ જેકૉબ્સ અને તેની ગર્લફ્રેન્ડ અનાસ્તાસિયા 'સ્ટાર' એટીનનું આ આગમાં મૃત્યુ થયું છે. હવે પોલીસે આ મામલામાં આલિયાની ધરપકડ કરી છે. હજુ સુધી આલિયાને ક્રિમિનલ કૉર્ટમાંથી જામીન મળ્યા નથી.
નરગીસની માંએ આપી દીકરીના આરોપો પર સ્પષ્ટતા
મામલો સામે આવ્યા બાદ નરગીસની માતાએ ન્યૂઝ આઉટલેટ સાથે વાત કરી હતી. તેણે કહ્યું, 'મને નથી લાગતું કે તે કોઈને મારી શકે. તે ખૂબ જ સરસ વ્યક્તિ છે. જે દરેકનું ધ્યાન રાખે છે. તે દરેકને મદદ પણ કરે છે.”
સાક્ષીએ બતાવ્યું એક્ટ્રેસની બહેનનું સત્ય
ઘટનાસ્થળે હાજર એક સાક્ષીએ કહ્યું, 'અમને કંઈક બળવાની ગંધ આવી, જ્યારે અમે બહાર જઈને જોયું કે સીડી પર રાખેલા સોફામાં આગ લાગી હતી. આવી સ્થિતિમાં બંનેનો જીવ બચાવવા અમારે આગમાંથી કૂદી પડવું પડ્યું. આ પહેલા આલિયા ઘણીવાર બધાને કહેતી કે તે તેનું ઘર સળગાવી દેશે અને તેને મારી નાખશે. પછી અમે તેની વાતો સાંભળીને હસતા હતા.
નરગીસ ફખરી બૉલીવૂડની પ્રખ્યાત અભિનેત્રી છે. જેણે રણબીર કપૂર સાથે 'રૉકસ્ટાર'માં શાનદાર ભૂમિકા ભજવી હતી અને ઘણી ખ્યાતિ મેળવી હતી. આ પછી તે ઘણી હિટ ફિલ્મોમાં જોવા મળી.
આ પણ વાંચો
Alaya f: અલાયા ફર્નિચરવાલાનો કાતિલ બ્લેક લૂક થયો વાયરલ, જુઓ તસવીરો