શોધખોળ કરો
પ્રેગ્નેન્સીમાં પણ મત આપવા ગઈ આ જાણીતી એક્ટ્રેસ, લોકો પ્રત્યે વ્યક્ત કરી નારાજગી, જાણો કેમ
ટીવી ઇન્ડસ્ટ્રીઝની જાણીતી એક્ટ્રેસ છવિ હુસૈન પ્રેગ્નેન્ટ છે. છવિને નવ મહિના પૂરા થઈ ગયા છે. આવી સ્થિતિમાં પણ તે સોમવારે ચોથા તબક્કાના મતદાન સમયે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો.
![પ્રેગ્નેન્સીમાં પણ મત આપવા ગઈ આ જાણીતી એક્ટ્રેસ, લોકો પ્રત્યે વ્યક્ત કરી નારાજગી, જાણો કેમ chhavi hussein 10th month pregnancy angry on people who did not vote પ્રેગ્નેન્સીમાં પણ મત આપવા ગઈ આ જાણીતી એક્ટ્રેસ, લોકો પ્રત્યે વ્યક્ત કરી નારાજગી, જાણો કેમ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/04/30125441/1-chhavi-hussein-10th-month-pregnancy-angry-on-people-who-did-not-vote.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઈઃ ટીવી ઇન્ડસ્ટ્રીઝની જાણીતી એક્ટ્રેસ છવિ હુસૈન પ્રેગ્નેન્ટ છે. છવિને નવ મહિના પૂરા થઈ ગયા છે. આવી સ્થિતિમાં પણ તે સોમવારે ચોથા તબક્કાના મતદાન સમયે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. તે પોતાની વોટિંગ સેલ્ફી લઈને ચર્ચામાં છે. પરંતુ આ તસવીર સાથેના કેપ્શનમાં છવિએ લોકો પ્રત્યે પોતાની નારાજગી પણ વ્યક્ત કરી છે.
છવીએ શેર કરેલી આ તસવીરમાં તે બેબી બમ્પ પર હાથ મુકેલી નજર આવે છે જેનાં પર વોટિંગની સાહીનું નિશાન જોવા મળે છે. આ તસવીર શેર કરતાં તેણે કેપ્શન લખી હતી કે, મારા પોલિંગ બૂથ સેન્ટર પર કંઇ ખાસ ભીડ ન હતી. મે પોલીસવાળા સાથે વાત કરીને પુછ્યુ કે શું આખો દિવસ આવો જ માહોલ હતો. તો તેમણે હા પાડી હતી. આટલી મહત્વની જવાબદારી કોઇ નજરઅંદાજ કેવી રીતે કરી શકે છે? જો પ્રેગ્નેન્સીનાં દસમા મહિનામાં હું જઇને વોટિંગ કરી શકુ છુ તો તમે તો જઇ જ શકો છો. આ કેપ્શન સાથે તેણે લોકોને વોટ આપવાની અપીલ કરી હતી.
આ પોસ્ટમાં તેણે મુંબઇ પોલીસનો આભાર માન્યો હતો જેઓ પોલિંગ બૂથ પર લોકોની મદદ કરી રહ્યાં હતાં. છવીની કેપ્શનમાં "10th month of pregnancy?" પર યુઝરે સવાલ કર્યો હતો જેનાં જવાબમાં છવીએ કહ્યું હતું કે, તેને નવ મહિના પૂર્ણ થઇ ગયા છે અને હવે ગમે તે દિવસે ડિલિવરી થઇ શકે છે.
![પ્રેગ્નેન્સીમાં પણ મત આપવા ગઈ આ જાણીતી એક્ટ્રેસ, લોકો પ્રત્યે વ્યક્ત કરી નારાજગી, જાણો કેમ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/04/30125448/2-chhavi-hussein-10th-month-pregnancy-angry-on-people-who-did-not-vote.jpg)
![પ્રેગ્નેન્સીમાં પણ મત આપવા ગઈ આ જાણીતી એક્ટ્રેસ, લોકો પ્રત્યે વ્યક્ત કરી નારાજગી, જાણો કેમ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/04/30125455/3-chhavi-hussein-10th-month-pregnancy-angry-on-people-who-did-not-vote.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)