શોધખોળ કરો
Advertisement
નાગરિકતા સંશોધન કાયદોઃ પ્રિયંકા ચોપડાનું ટ્વિટ થયું વાયરલ, જાણો શું લખ્યું
સોશિયલ મીડિયા પર બોલીવુડ સેલિબ્રિટી પણ આ કાયદા અને વિરોધ પ્રદર્શનને લઈ તેમના વિચારો વ્યક્ત કરી રહ્યા છે. એક્ટ્રેસ પ્રિયંકા ચોપડાએ પણ આ મામલે ટ્વિટ કર્યું છે, જે વાયરલ થયું છે.
નવી દિલ્હીઃ દેશભરમાં નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ દેખાવો થઈ રહ્યા છે. સ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ અને ટીયર ગેસના શેલ છોડ્યા હતા. આ દરમિયાન સોશિયલ મીડિયા પર બોલીવુડ સેલિબ્રિટી પણ આ કાયદા અને વિરોધ પ્રદર્શનને લઈ તેમના વિચારો વ્યક્ત કરી રહ્યા છે. એક્ટ્રેસ પ્રિયંકા ચોપડાએ પણ આ મામલે ટ્વિટ કર્યું છે, જે વાયરલ થયું છે.
પ્રિયંકા ચોપડાએ વિદ્યાર્થીઓનો ઉલ્લેખ કરીને ટ્વિટમાં લખ્યું, ‘દરેક બાળક માટે શિક્ષણ આપણું સપનું છે. શિક્ષણ તેમને સ્વતંત્ર રીતે વિચારવા માટે સક્ષમ બનાવે છે. એક સ્વતંત્ર લોકતંત્રમાં, શાંતિથી અવાજ ઉઠાવવો અને તેને લઈ હિંસા થવી અયોગ્ય છે. દરેક અવાજ સંભળાવવો જોઈએ અને દરેક અવાજ ભારતના બદલાવ માટે કાર્ય કરશે.’
— PRIYANKA (@priyankachopra) December 18, 2019સોશિયલ મીડિયા પર પ્રિયંકાનું આ ટ્વિટ ઘણું વાયરલ થયું છે. દેસી ગર્લની સાથે સ્વરા ભાસ્કર, હુમા કુરેશી, પુલકિત સમ્રાટ, સયાની ગુપ્તા, રિતિક રોશન, ફરહાન અખ્તર અને અનુભવ સિન્હા સહિત અનેક સ્ટાર્સ તેમની વાત સોશિયલ મીડિયા પર ટ્વિટ દ્વારા રાખી ચુક્યા છે. નાગરિકતા કાયદા વિરુદ્ધ આજે મુંબઈના ઓગસ્ટ ક્રાંતિ મેદાનમાં સાંજે 4 થી 7 કલાક દરમિયાન વિરોધ પ્રદર્શન થવાનું છે. જેમાં બોલિવૂડના અનેક સેલેબ્સ સામેલ થવાની આશા છે. CAA Protest: દિલ્હીમાં ટ્રાફિક જામ, લાલ કિલ્લા પાસે લગાવવામાં આવી કલમ 144 ભારત અમારા માટે વિશ્વસનીય, બંને દેશોની વ્યૂહાત્મક ભાગીદારી ઘણી મહત્વપૂર્ણઃ US વિદેશ મંત્રાલયના પ્રવક્તાનું નિવેદન IPL હરાજીઃ 14થી 48 વર્ષના ખેલાડી છે સામેલ, જાણો કઈ બેસ પ્રાઇસમાં કેટલા છે ખેલાડી
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ઓટો
આરોગ્ય
Advertisement