શોધખોળ કરો
Advertisement
CAA Protest: દિલ્હીમાં ટ્રાફિક જામ, લાલ કિલ્લા પાસે લગાવવામાં આવી કલમ 144
રાજધાની દિલ્હીમાં નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ થઈ રહેલા પ્રદર્શનના કારણે સામાન્ય લોકોને વાહનવ્યવહાર માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત પ્રદર્શનને ધ્યાનમાં રાખતા દિલ્હીમાં ઘણા મેટ્રો સ્ટેશનને બંધ કરી દેવાયા છે.
નવી દિલ્હીઃ દિલ્હીના અનેક વિસ્તારોમાં આજે સવારથી ટ્રાફિક જામ છે. નાગરિકતા સંશોધન કાયદો (Citizenship Amendment Act) સામે પ્રદર્શનના કારણે અનેક જગ્યાએ રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. દિલ્હીના લાલ કિલ્લા સહિત અનેક ઘણા વિસ્તારોમાં કલમ 14 લાગુ કરી દેવામાં આવી છે. ઉપરાંત જામિયા, શાહિન બાગ, મુનરિકા, જસોલા વિહાર, લાલ કિલ્લા, જામા મસ્જિદ, ચાંદની ચોક, યુનિવર્સિટીના મેટ્રો સ્ટેશન પણ બંધ કરી દેવામાં આવ્યા છે.
પોલીસે પહેલાં જ જનહિતમાં વિરોધ પ્રદર્શન નહીં કરવા દેવામાં આવી તેવી જાહેરાત કરી હતી. રાજધાની દિલ્હીમાં નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ થઈ રહેલા પ્રદર્શનના કારણે સામાન્ય લોકોને વાહનવ્યવહાર માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત પ્રદર્શનને ધ્યાનમાં રાખતા દિલ્હીમાં ઘણા મેટ્રો સ્ટેશનને બંધ કરી દેવાયા છે.Delhi: Police detain protesters near Red Fort. Section-144 of the Code of Criminal Procedure (prohibits assembly of more than 4 people in an area) has been imposed near Red Fort. #CitizenshipAct https://t.co/aIARu0hM2o pic.twitter.com/gwrn4HlDuH
— ANI (@ANI) December 19, 2019
ઉપરાંત પટેલ ચોક, લોક કલ્યાણ માર્ગ, ઉદ્યોગ ભવન, આઈટીઓ, પ્રગતિ મેદાન અને ખાન માર્કેટ પર પણ અવરજવર બંધ કરાઈ છે. મુસાફરો આ મેટ્રો સ્ટેશન પર એન્ટ્રી અને એક્ઝિટ નહીં કરી શકે. આ ઉપરાંત આ સ્ટેશન પર મેટ્રો ટ્રેન પણ નહીં ઊભી રહે.DMRC: Entry & exit gates of Central Secretariat metro station are closed. However, interchange facility is available at this station. https://t.co/ybpKxx1Vt4
— ANI (@ANI) December 19, 2019
ભારત અમારા માટે વિશ્વસનીય, બંને દેશોની વ્યૂહાત્મક ભાગીદારી ઘણી મહત્વપૂર્ણઃ US વિદેશ મંત્રાલયના પ્રવક્તાનું નિવેદન IPL હરાજીઃ 14થી 48 વર્ષના ખેલાડી છે સામેલ, જાણો કઈ બેસ પ્રાઇસમાં કેટલા છે ખેલાડી રોહિત શર્માને એમ જ નથી મળ્યું ‘હિટમેન’નું બિરુદ, 2017થી આ મામલે છે નંબર-1Delhi Police: Permission has not been granted for the protest march to be held by communist party from Mandi House to Jantar Mantar over #CitizenshipAmmendmentAct and NRC at 12 pm today. https://t.co/9iaVHz1vev
— ANI (@ANI) December 19, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion