શોધખોળ કરો
Advertisement
Drug Case: ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાને મળી રાહત, NDPS કોર્ટે આપ્યા શરતી જામીન
એનસીબીએ પ્રતિબંધિત ડ્રગના કથિત સેવન અને તેને રાખવાના આરોપમાં કોમેડિયન હર્ષ લિમ્બાચિયાની અને ભારતી સિંહની ધરપકડ કરી હતી.
મુંબઈ: ડ્રગ્સ કેસમાં કૉમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયાને મોટી રાહત મળી છે. એનડીપીએસ કોર્ટે તેમને શરતી જામીન આપી દીધા છે. આ પહેલા કહેવામાં આવી રહ્યું હતું કે, આજે આ મામલે સુનાવણી નહીં થાય. જો કે, કોર્ટે બાદમાં સુનાવણી કરતા તેમને જામીન આપ્યા હતા.
આ પહેલા બન્ને 14 દિવસ માટે જ્યુડિસિલય કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. રવિવારે સુનાવણી બાદ ભારતી સિંહને બાયકુલા જેલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં તેને જાર ડિસેમ્બર સુધી રહેવાનું હતું. જ્યારે તેના તેના પતિ હર્ષને તલોજા જેલમાં રહેવાનું હતું.
એનસીબીએ પ્રતિબંધિત ડ્રગના કથિત સેવન અને તેને રાખવાના આરોપમાં કોમેડિયન હર્ષ લિમ્બાચિયાની અને ભારતી સિંહની ધરપકડ કરી હતી. દરોડા દરમિયાન ભારતી સિંહના ઘરેથી એનસીબીને ગાંજો મળ્યા બાદ બન્નેની પૂછપરછ કરવામાં આવી હતી. એનસીબીએ ભારતી અને હર્ષના ઘરે રેડ પાડી હતી. તેના બાદ બન્નેના ઘરેથી 86.5 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. એનસીબીએ માત્ર ઘર પર જ નહીં પણ ભારતી સિંહના ઓફિસ પર પણ દરોડા પાડ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બોલિવૂડ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion