શોધખોળ કરો
ટૂંક સમયમાં આવશે ‘મુન્નાભાઈ MBBS’ પાર્ટ 3, જાણો રાજકુમાર હિરાણીએ શું કહ્યું....
1/3

જ્યારે રાજકુમાર હિરાણીને મુન્નાભાઈની બે ફિલ્મોની સફળતા વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું, અમે જ્યારે આ ફિલ્મ બનાવી હતી ત્યારે અમને એ વાતનો અંદાજ ન હતો કે અમે મેનસ્ટ્રીમ ફિલ્મ બનાવી રહ્યા છીએ. અમે માત્ર એટલું જાણતા હતા કે કંઈક અલગ કરી રહ્યા છીએ. બન્ને ફિલ્મને મળેલ કોમર્શિયલ સફળતા ઉપરાંત અમને લોકોનો ખૂબ પ્રેમ મળ્યો. મને એ વાતનો આનંદ છે કે મારા પરિવાર અને મિત્રોએ મારી ફિલ્મ જોઈ અને આ જ સૌથી મોટી આનંદની વાત છે.
2/3

આઉટલુકને આપેલ એક ઇન્ટરવ્યૂમાં રાજકુમાર હિરાણીએ ફેન્સને ખુશખબર આપ્યા છે. હિરાણીએ વાત કરતાં જણાવ્યં કે, તેણે મુન્નાભાઈ સીરીઝ પર કામ શરૂ કરી દીધું છે. તેમના અનુસાર, અમે વિતેલા ઘણાં સમયથી મુન્નાભાઈની ત્રીજી ફિલ્મ બનાવવા માગીએ છીએ. અમે ફિલ્મ માટે થોડું લખ્યું પણ હતું પરંતુ તે મુન્નાભાઈના પ્રથમ બે ભાગની બરાબરી કરે તેવું ન હતું. આ કારણે અમે તે કહાનીને આગળ ન વધારી. જોકે, હવે મારી પાસે એક આઈડિયા છે, જેના પર અમે ફિલ્મ બનાવીએ શકીએ છીએ. જોકે હજુ એ આઈડિયા પર કામ કરવાનું છે.
Published at : 22 May 2018 11:15 AM (IST)
View More





















