શોધખોળ કરો
Advertisement
જાણીતા સિંગર એસપી બાલાસુબ્રમણ્યમનો કોરોના આવ્યો પોઝિટિવ, વીડિયો શેર કરીને કહી આ વાત
એસપી બાલાસુબ્રમણ્યમે તેલુગુ, તમિલ, મલિયાલમ, હિન્દી અને કન્નડ સહિત 15 ભાષામાં ગીત ગાયા છે.
ચેન્નઈઃ દેશમાં કોરોનાનો કહેર દિન પ્રતિદિન વધી રહ્યો છે. આમ આદમીથી લઈ રાજનેતા, સેલિબ્રટી સહિતના લોકો તેની ઝપેટમાં આવી ગયા છે. થોડા દિવસો પહેલા બચ્ચન પરિવારને પણ કોરોનાનો ચેપ લાગ્યો હતો. દેશના જાણીતા સિંગર એસપી બાલાસુબ્રમણ્યમ પણ કોરાનાથી સંક્રમિત બન્યા છે.
ભારત સરકાર દ્વારા પદ્મશ્રી અને પદ્મભૂષણ એવોર્ડથી સન્માનવામાં આવેલા બાલાસુબ્રમણ્યમના રિપોર્ટમાં કોવિડ-19ના હળવા લક્ષણો જોવા મળ્યા હતા અને તેમને હોમ ક્વોરન્ટાઈનની સલાહ આપવામાં આવી હતી. પરંતુ 74 વર્ષીય સિંગર કોઈ રિસ્ક લેવા માંગતા નહોતા અને ચેન્નઈની હોસ્પિટલમાં દાખલ થઈ ગયા હતા.
ટ્વિટર પણ તેમણે વીડિયો શેર કરીને લખ્યું, છેલ્લા થોડા દિવસોથી મને શ્વાસ લેવામાં મુશ્કેલી થતી હતી. આ ઉપરાંત કફ થઈ ગયો હતો અને તાવ ચઢ-ઉતર થતો હતો. તેને હળવાશથી લેવાના બદલે હું હોસ્પિટલ ગયો અને ચેકઅપ કરાવ્યું. હળવા લક્ષણો સાથે મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો અને ડોક્ટરોએ 15 દિવસ હોમ ક્વોરન્ટાઈન થવાની સલાહ આપી. હું મારા પરિવારને કોઈ જોખમમાં મુકવા માંગતો નહોતો તેથી હોસ્પિટલમાં દાખલ થવાનો નિર્ણય લીધો.
એસપી બાલાસુબ્રમણ્યમે તેલુગુ, તમિલ, મલિયાલમ, હિન્દી અને કન્નડ સહિત 15 ભાષામાં ગીત ગાયા છે. સૌથી વધારે ગીત રેકોર્ડિંગ બદલ ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સે તેમનું સન્માન કર્યુ છે.
ઓસ્ટ્રેલિયાના આ મોટા શહેરમાં કોરોનાના કેસ વધતાં સીધું દોઢ મહિનાનું લોકડાઉન જાહેર, કોઈને બહાર નિકળવાની પણ છૂટ નહીં
મમતા બેનર્જીએ આ જિલ્લામાં લાદયું અઠવાડિયાનું સંપૂર્ણ લોકડાઉન, જાણો કેવા આકરાં નિયંત્રણો મુકવામાં આવ્યા
અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગમાં મોતને ભટેલો લોકોનું જુઓ નામ સાથેનું લિસ્ટ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion