શોધખોળ કરો
Advertisement
શું અજય દેવગનની દીકરી ન્યાસાને છે Coronavirus? સામે આવ્યું એક્ટરનું રિએક્શન
અજય દેવગન અપકમિંગ ફિલ્મ ‘સૂર્યવંશી’માં જોવા મળશે. આ ફિલ્મ પહેલા 24 માર્ચના રોજ બોક્સ ઓફિસ પર રિલીઝ થવાની હતી. પરંતુ કોરોના વાયરસથી સંક્રમણને કારણે તેની રિલીઝ ડેટ ટાળવામાં આવી છે.
મુંબઈઃ કોરોના વાયરસને કારણે સમગ્ર ભારતમાં લોકડાઉન છે. જ્યાં એક એક બાજુ કોરનોાથી સંક્રમણને ખુદને સુરક્ષિત રાખવા માટે બોલિવૂડ સ્ટાર આઈસોલેશનમાં છે. જ્યારે એક્ટર અજય દેવગને પત્ની કાજોલ અને દીકરી ન્યાસાને કોરોના સંક્રમિત હોવાના અહેવાલને ફગાવી દીધા છે. અજયે સોશિયલ મીડિયા પર આ વાતનો ખુલાસો કર્યો છે કે તેની પ્તની કાજોલ અને દીકરી ન્યાસા બિલકુલ ઠીક છે.
એક્ટર અજય દેવગને પોતાના ટ્વિટર એકાઉન્ટથી ટ્વીટ કરતાં લખ્યું, ‘પૂછવા માટે આભાર, કાજોલ અને ન્યાસા બિલકુલ ઠીક છે. તેના સ્વાસ્થ્ય વિશેની તમામ અફવા નિરાધાર છે.’
ન્યૂઝટ્રેકના એક અહેવાલમાં એ દાવો કરવામાં આવ્યો હતો કે એક્ટર અજય દેવગનની દીકરી ન્યાસામાં કોરોનાના લક્ષણ જોવા મળતા તેનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ ટેસ્ટમાં તે પોઝિટિવ આવી છે. જેના પર હવે અજય દેવગને ખુલાસો કરતાં જાણકારી આપી છે કે બન્ને કોરોનાના સંક્રમણથી સુરક્ષિત છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ અજય દેવગન અપકમિંગ ફિલ્મ ‘સૂર્યવંશી’માં જોવા મળશે. આ ફિલ્મ પહેલા 24 માર્ચના રોજ બોક્સ ઓફિસ પર રિલીઝ થવાની હતી. પરંતુ કોરોના વાયરસથી સંક્રમણને કારણે તેની રિલીઝ ડેટ ટાળવામાં આવી છે. આ ફિલ્મનું ડાયરેક્શન રોહિત શેટ્ટીએ કર્યું છે. ફિલ્મમાં અજય દેવગન ઉપરાંત એક્ટર અક્ષય કુમાર અને રણવીર સિંહ પણ જોવા મળશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement