ક્રિકેટર જશપ્રિત બુમરાહે જે યુવતી સાથે સાત ફેરા લીધા, તે કોણ ટીવી એન્કર છે? જાણો
ટીમ ઇન્ડિયાનો ફાસ્ટ બોલર જશપ્રિત બુમરાહે સ્પોર્ટસ ટીવી એન્કર સંજના ગણેશન સાથે 15 માર્ચે ખૂબસૂરત ડેસ્ટિનેશન ગોવામાં સાત ફેરા લીધા. કોણ છે સંજના ગણેશન જાણીએ...
ટીમ ઇન્ડિયાનો ફાસ્ટ બોલર જશપ્રિત બુમરાહે 15 માર્ચે ખૂબસૂરત ડેસ્ટિનેશન ગોવામાં સાત ફેરા લીધા, બુમરાહ સાઉથ ઇન્ડિયન એન્કર સાથે પ્રભુતામાં પગલા માંડ્યાં. જશપ્રિત બુમરાહ સ્પોર્ટસ એન્કર સંજના ગણેશન સાથે આજે લગ્ન બંધનથી બંધાયો, જશપ્રિત અને સંજના બહુ લાંબા સમયથી રિલેશન શિપમાં હતા. જો કે બંને એકબીજાને ખૂબ જ છૂપી રીતે ડેટ કરી રહ્યાં હતા. આ વાત તેમણે જાહેર ન હતી કરી.
લગ્નની તૈયારીના કારણે બુમરાહે જસપ્રીતે ઈંગ્લેન્ડ સામેની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચમાંથી પોતાનું નામ પરત લઈ લીધું હતું. બુમરાહે ચોથી ટેસ્ટમાં ન રમવાનો નિર્ણય લીધો હતો. તેઓ T-20 શ્રેણી પણ ન હતી રમી. ક્રિકેટર જશપ્રિતે જેમની સાથે લગ્ન કર્યાં તે સ્પોર્ટસ ટીવી એન્કર કોણ છે જાણીએ.
સાઉથ ઇન્ડિયન એન્કર કોણ છે?
સંજના ગણેશન સાઉથ ઇન્ડિયન સ્પોર્ટસ એન્કર છે. સંજનાએ સિમ્બાયોસીસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાંથી બી.ટેક કર્યું છે. બીટેક બાદ તેમણે થોડો સમય સંજનાએ સોફ્ટવેર એન્જીનિયર તરીકે કામ કર્યું હતું.સંજનાએ MTVના શો સ્પ્લિટ્સવિલાની 14મી સીઝનમાં પણ ભાગ લીધો હતો.MTVના શોમાં કામ કર્યા પછી સંજનાએ નક્કી કર્યું કે, તે સ્પોર્ટ્સ એન્કર બનશે. તે આઇપીએલમાં એક્ટિવ રહેવાની સાથે સ્ટાર સ્પૉર્ટ્સ સાથે પણ જોડાયેલી છે. સંજના વર્લ્ડકપ 2019થી લઇને ઇન્ડિયન પ્રીમિયર લીગ સુધી હૉસ્ટ કરી ચૂકી છે. આ ઉપરાંત સંજના કોલકત્તા નાઇટ રાઇડર્સની એન્કર પર રહી છે. સંજનાએ વર્ષ 2013માં ફેમિના ગૉર્જિયસનો ખિતાબ પણ જીત્યો હતો. સ્પોર્ટસ ઇવેન્ટ દરમિયાન બુમરાહ અને સંજનાની મુલાકાત થઇ હતી