શોધખોળ કરો
Advertisement
જાણીતા કોરિયોગ્રાફર રેમો ડિસૂઝાને આવ્યો હાર્ટ એટેક, ICUમાં દાખલ
રેમો ડિસૂઝાને આજે બપોરે હાર્ટ એટેક આવ્યો હતો. તેમને મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મુંબઈ: જાણીતા ડાન્સ કોરિયોગ્રાફર અને ફિલ્મ ડાયરેક્ટર રેમો ડિસૂઝાને આજે બપોરે હાર્ટ એટેક આવ્યો હતો. તેમને મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કોરિયોગ્રાફર અને ફિલ્મ ડાયરેક્ટર અહમદ ખાને આ વાતની પુષ્ટી કરી હતી. રેમો અહમદ ખાનના 6 વર્ષ સુધી ડાન્સ આસિસ્ટન્ટ પણ રહી ચૂક્યો છે.
હાલમાં રેમોની પત્ની લિઝ ડિસૂઝા તેની પાસે હોસ્પિટલમાં છે. એન્જિયોગ્રાફી થઈ ગઈ છે. રેમો હાલમાં આઈસીયૂમાં દાખલ છે.
રેમો ડિસૂઝા જાણીતા સેલિબ્રિટી કોરિયોગ્રાફર છે, જે બોલિવૂડની અનેક મોટી મોટી ફિલ્મોમાં કોરિયોગ્રાફી કરી ચૂક્યા છે. બોલિવૂડમાં કોરિયોગ્રાફર તરીકે કેરયિરની શરુઆત તેણે 1995માં કરી હતી. તેના બાદ વર્ષ 2000માં દિલ પે મત લે યાર ફિલ્મમાંથી કોરિયોગ્રાફી કરી હતી. અત્યાર સુધી ઘણી ફિલ્મોમાં તે કોરિયોગ્રાફી કરી ચૂક્યો છે.
કોરિયોગ્રાફીની સાથે સાથે છેલ્લા કેટલાક વર્ષોમાં રેમો ફિલ્મ ડાયરેક્ટ પણ કરી ચૂક્યા છે. તેમણે ફ્લાઈંગ જટ, રેસ 3, ફાલતુ, એબીસીડી, એબીસીડી 2 અને સ્ટ્રીટ ડાન્સર જેવી ફિલ્મો ડાયરેક્ટ કરી છે. આ સિવાય ડાન્સ ઈન્ડિયા ડાન્સને અનેક સીઝનને જજ પણ કરી ચૂક્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement