તે સિવાય દિશા વાકાનીએ ઘણીવાર ઇંસ્ટાગ્રામ પર તેની પોસ્ટમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે તે પોતે શૉને મિસ કરી રહી છે. પરંતુ મજબૂરી અને પર્સનલ કમિટમેન્ટ્સના કારણે તેમના માટે જલદી પરત ફરવું મુશ્કેલ છે. પરંતુ હવે દિશા શો પર પરત ફરવા પૂર્ણ રીતે તૈયાર છે.
3/5
દિશા ગત વર્ષે સપ્ટેમ્બરના સમયે મેટરનિટી લીવ પર ગઇ હતી. 30 નવેમ્બરે તેમને પુત્રીને જન્મ આપ્યો હતો. ત્યાર પછી ખબર આવી રહી હતી કે તે ક્યારેય પણ શૉમાં પરત નહીં ફરે. સુત્રો મુજબ પુત્રીના જન્મ પછી થોડાક મહીના થવાના કારણે દિશાએ મેકર્સને તેમના મેટરનિટી લીવને આગળ વધારવા માટે કહ્યું હતું.
4/5
જણાવી દઇએ કે, ગત વર્ષે સપ્ટેમ્બરથી શૉમાં નજરે પડ્યા હતા. તેમના ફેન્સને તેમની ફેવરીટ અભિનેત્રી દયાબેનની વાપસીનો લાંબા સમયથી રાહ જોઇ રહ્યા હતા. TOIની રિપોર્ટ મુજબ, દિશા વાકાની આગામી 2 મહિનામાં શૉ પર પરત ફરી શકે છે. શોની ટીમ દિશા વાકાનીની વાપસીને લઇને લાંબા સમયથી સંપર્ક કરી રહી છે.
5/5
મુંબઇઃ પ્રખ્યાત કોમેડી શૉ ‘તારક મેહતાના ઉલ્ટા ચશ્મા’માં દયાબેનનું પાત્ર ભજવીને પૉપ્યુલર થયેલી દિશા વાકાનીના ફેન્સ માટે ખુશખબરી છે. દયા બેન મેટરનીટી લીવ પછી હવે જલદી જ આ શૉ પર પરત ફરવા માટે તૈયાર છે.