'દયાભાભી' દિશા વાકાણી કેમ આવી 'તારક મહેતા.....'ના સેટ પર? સીરિયલમાં પાછી ફરશે કે શું? જાણો મોટા સમાચાર
છેલ્લા થોડાક વર્ષોથી દિશા વાકાણીની (Disha Vakani Comeback) વાપસનીને લઇને ચર્ચાઓ પણ ખુબ થઇ રહી છે. દર્શકો પણ દિશાની વાપસીને ઇન્તજાર કરી રહ્યાં છે, અને તેની શૉમાં વાપસની માંગ કરી રહ્યાં છે. દર્શકોને દયા ભાભીની ભૂમિકા ખુબ પસંદ આવી ગઇ છે પરંતુ 2016થી દયા ભાભી શૉમાં દેખાયા નથી.
મુંબઇઃ છેલ્લા 12 વર્ષથી કૉમેડીથી ભરપુર અને જબરદસ્ત મનોરંજન આપનારા શૉ તારક મહેતાના (Taarak Mehta ka Ooltah Chashmah) ચાહકોને લઇને એક સારા સમાચાર સામે આવ્યા છે. કહેવાઇ રહ્યું છે કે શૉમાં દયાભાભી (DayaBen) ઉર્ફે દિશા વાકાણી (Disha Vakani) વાપસી કરી શકે છે. કેમકે તાજેતરમાં જ એક વાર ફરીથી દયા ભાભી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉના (Taarak Mehta Show) સેટ પર જોવા મળી હતી. અભિનેત્રી દિશા વાકાણીની હાજરીથી અટકળો શરૂ થઇ ગઇ છે કે દિશાની વાપસી નક્કી છે, 2016થી દિશા વાકાણી (Disha Vakani) શૉથી દુર છે.
છેલ્લા થોડાક વર્ષોથી દિશા વાકાણીની (Disha Vakani Comeback) વાપસનીને લઇને ચર્ચાઓ પણ ખુબ થઇ રહી છે. દર્શકો પણ દિશાની વાપસીને ઇન્તજાર કરી રહ્યાં છે, અને તેની શૉમાં વાપસની માંગ કરી રહ્યાં છે. દર્શકોને દયા ભાભીની ભૂમિકા ખુબ પસંદ આવી ગઇ છે પરંતુ 2016થી દયા ભાભી શૉમાં દેખાયા નથી.
એક્ટ્રેસ દિશા વાકાણી 2016માં મેટરનિટી લીવ પર ગઇ હતી, ત્યારબાદ તેની શૉમાં વાપસી થઇ નથી. હવે તાજેતરમાં જ દિશાને તારક મહેતા સીરિયલની સેટ પર જોવામાં આવી છે. આ વાતને લઇને તેના કમબેકની અટકળો લગાવી રહ્યાં છે. એક વેબસાઇટની સુત્રો પ્રમાણે, દિશા વાકાણીને તારક મહેતાના સેટ પર જોવામાં આવી છે, શૉના એક સુત્રએ જણાવ્યુ કે, છેલ્લા કેટલાય વર્ષોથી શૉ સાથે જોડાયેલી હતી, અને તેના કૉ-સ્ટાર સાથેનાં સંબંધો પણ ગાઢ છે, જોકે, હજુ તેની વાપસી પર સવાલો જ છે.
એક સુત્રએ જણાવ્યુ કે, ઘણો સમય થઇ ગયો એટલે તે સેટ પર બધાને મળવા આવી હતી. બધા કલાકારો તેને જોઇને ખુબ ખુશ થઇ ગયા હતા, અને સેટ પર પણ જબરદસ્ત માહોલ બની ગયો હતો. ખાસ વાત છે કે થોડાક દિવસો પહેલા જ શૉના પ્રૉડ્યૂસર અસિત કુમાર મોદીએ પણ તેના કમબેક પર પોતાનુ મૌન તોડ્યુ હતુ.
અસિત મોદીએ કહ્યું કે, હું જાણુ છે કે દયા ભાભીનો ઇન્તજાર લાંબો થઇ ગયો છે, અને ફેન્સ તેની રાહ જોતા જોતા થાકી ગયા છે. માત્ર દર્શકો જ નહીં હું પણ ઇચ્છુછુ કે દયા બેન શૉમાં પાછી ફરે, પરંતુ કૉવિડ મહામારીના કારણે હાલ આ શક્ય નથી થઇ શક્યુ.
અસિત મોદીએ કે દર્શકોને હજુ આગળના 2-3 મહિના સુધી ઇન્તજાર કરવાની જરૂર છે. આ બધાની વચ્ચે શૉના એનિમેશન વર્ઝનમાં દયા બેન દેખાઇ રહ્યાં છે, જેને દર્શકો ખુબ પસંદ કરી રહ્યાં છે. તારક મહેતા શૉના અન્ય કલાકારો તારક મહેતા, જેઠાલાલ, ચંપકલાલ, ભિડે, પોપટલાલ, ટપ્પ વગેરે પણ એનિમેશન વર્ઝનમાં લોકોનુ દિલ જીતી રહ્યાં છે.