દીપિકા અને રણવીરના લગ્નની તારીખ નક્કી થતાં બન્ને સ્ટાર્સને શુભેચ્છા મળવાની શરૂ થઇ ગઇ છે. આ લિસ્ટમાં સૌથી પહેલુ નામે કબીર બેદીનું છે. તેને લખ્યું, Great couple! Great locale in Italy! Great event!
2/7
તાજેતરમાં જ બન્ને સ્ટાર્સે હૉલીડે મનાવવા વિદેશ ગયા હતા. તેમની કેટલીક તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ હતી.
3/7
દીપિકા અને રણવીરે પોતાના સંબંધને ક્યારેય ઓફિશિયલી નથી કર્યું, પણ અફવાઓનું માનીએ તો બન્ને 2013થી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. દીપવીરના નામથી ફેન્સની વચ્ચે ફેમસ થયેલી આ જોડીની સાથે ગોલીયો કી રાસલીલાઃ રામલીલા, બાજીરાવ મસ્તાની અને પદ્માવતમાં સાથે કામ કર્યું છે.
4/7
ઇટાલીમાં લગ્ન બાદ બન્ને સ્ટાર્સ બૉલીવુડમાં પોતાના બધા મિત્રોને મુંબઇમાં એક ગ્રાન્ડ રિસેપ્શન આપશે.
5/7
દીપિકા અને રણવીર પહેલા ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને એક્ટ્રેસ અનુષ્કા શર્માએ ઇટાલીમાં લગ્ન કર્યા હતા. દીપિકાના નજીક વ્યક્તિએ જણાવ્યું કે, દીપિકાએ ઇટાલી ખુબ ગમે છે, આ કારણે એક્ટ્રેસે ડેસ્ટિનેશન વેડિંગ પ્લાન કર્યો છે.
6/7
રિપોર્ટ અનુસાર તેમને ઇટાલીમાં લેક કોમોમાં આ બધુ ફાઇનલ કર્યુ છે.
7/7
મુંબઇઃ બૉલીવુડ સ્ટાર રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની તારીખ નક્કી થઇ ગઇ છે, બન્ને 20 ડિસેમ્બરે લગ્નનાં બંધનમાં બંધાઇ જશે. ફિલ્મફેરના રિપોર્ટ અનુસાર આ લગ્ન ઇટાલીમાં યોજાશે. રિપોર્ટમાં સુત્રોના હવાલાથી લખ્યું છે કે રણવીર અને દીપિકાના લગ્ન સંબંધિત બધી તૈયારી શરૂ થઇ ચૂકી છે. ડ્રિમ વેડિંગમાં માત્ર 30 સિલેક્ટેડ મહેમાનોને જ બોલાવવામાં આવશે.