શોધખોળ કરો
Advertisement
ફિલ્મ 'છપાક'ના ટ્રેલર લોન્ચ દરમિયાન ભાવુક થઈ રોઈ પડી દીપિકા પાદૂકોણ
ફિલ્મ 'છપાક'ના ટ્રેલર લૉન્ચ દરમિયાન દિપિકા પાદુકોણ ખૂબ જ ભાવુક થઇ ગઇ અને તે પોતાના આંસુ રોકી ન શકી.
મુંબઈ: એસિડ એટેક વિક્ટીમ અને ન્યાય માટે લડવાના પોતાના જુસ્સાથી લાખો યુવતીઓને પ્રેરિત કરનારી લક્ષ્મી અગ્રવાલ પર બનેલી ફિલ્મ 'છપાક'ના ટ્રેલર લૉન્ચ દરમિયાન દિપિકા પાદુકોણ ખૂબ જ ભાવુક થઇ ગઇ અને તે પોતાના આંસુ રોકી ન શકી.
દીપિકાએ છપાકના ટ્રેલર લોન્ચ દરમિયાન રડતા-રડતા કહ્યું, આવું ખૂબ ઓછુ બને છે કે તમને આ પ્રકારની સ્ટોરી મળે જે તમને ખૂબ જ અંદરથી પ્રભાવિત કરી જાય છે. દીપિકા પાદૂકોણે કહ્યું આ મારા માટે હંમેશા સૌથી વધારે સ્પેશલ રહશે.
ઇવેન્ટમાં સ્ટેજ પર જેવું બોલવા માટે દીપિકા માઇક ઉઠાવે છે, તેની આંખો ભીની થઇ જાય છે અને તેનો અવાજ ભારે થઇ જાય છે. દીપિકા માટે છપાકની જર્ની કેટલી ઇમોશનલ રહી હશે તેનો અંદાજો તેના પરથી લગાવી શકાય છે. દીપિકાએ જણાવ્યું કે, આ એક દ્ભૂત અને ઇમોશનલ જર્ની રહી. મેઘનાએ મારા પર વિશ્વાસ મુક્યો તેના માટે તેનો આભાર. હું નથી જાણતી કે ફિલ્મ કેટલી ચાલશે પરંતુ છપાક હંમેશા મારા કરિયરની સ્પેશિયલ ફિલ્મ રહેશે. (તસવીર અને વીડિયો માનવ મંગલાણી)View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion