શોધખોળ કરો
Advertisement
(Source: Poll of Polls)
Video: લગ્ન બાદ પહેલીવાર રેમ્પ પર ઉતરી આ એક્ટ્રેસ, અચાકન જ દુપટ્ટો ઉતારીને......
ફેમસ ડિઝાઇનર સુનીલ ખોસલા અને અબૂ જાનીએ પોતાના 33 વર્ષ પૂરા થવાની ખુશીમાં એક ફેશન શૉનું આયોજન કર્યુ હતુ.
નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ ઇન્ડસ્ટ્રીઝની સૌથી સફળ અને ગ્લેમરસ અભિનેત્રીઓમાંથી એક છે. તેણે જબરદસ્ત એક્ટિંગના જોર પર ઇન્ડસ્ટ્રીઝમાં પોતાની ઓળખ બનાવી છે. હાલમાં જ દીપિકા લંડનમાં પોાતની ફિલ્મ 83નું શૂટિંગ પૂરું કરી રણવીર સિંહની સાથે મુંબઈ પરત ફરી છે. મુંબઈ ફરતા જ દીપિકાએ બોલિવૂડના ફેશન ડિઝાઈનર અબૂ જાની સંદીપ ખોશલા માટે એક ફેશન શોમાં રેમ્પવોક કર્યું. એટલું જ નહીં રેમ્પવોક દમરિયાન દીપિકાએ આ ડિઝાઈનર્સની સાથે ડાન્સ કરતાં પણ જોવા મળી. તેનો ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે.
ફેમસ ડિઝાઇનર સુનીલ ખોસલા અને અબૂ જાનીએ પોતાના 33 વર્ષ પૂરા થવાની ખુશીમાં એક ફેશન શૉનું આયોજન કર્યુ હતુ. આ શૉ મુંબઇમાં આયોજિત કરવામાં આવ્યો હતો.
બોલીવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ આ ખાસ અવસરે શૉ સ્ટોપર બની હતી. સૌકોઇ આ શૉનો આનંદ લઇ રહ્યાં હતી કે અચાનક દીપિકા, સંદીપ અને અબૂ જાની સાથે વૉક કરતાં કરતાં મસ્તી ભર્યા અંદાજ જોઇને સ્ટેજ પર હાજર અન્ય મોડલ્સ પણ ડાન્સ કરવા લાગ્યાં. દીપિકાએ આ ફેશન શૉમાં ગોલ્ડન અને ઑફ વ્હાઇટ કલરના ડિઝાઇનર ચિકનકારી વર્ક વાળા લહેંગો પહેર્યો હતો. આ લહેંગામાં દીપિકા ખૂબસુરત દુલ્હનની જેમ નજરે આવી રહી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion