શોધખોળ કરો
Advertisement
બોલિવૂડની આ એક્ટ્રેસનાં સ્ટેચ્યૂનું મેડમ તુસાદ મ્યુઝિયમમાં અનાવરણ
નવી દિલ્હીઃ લંડનના મેડમ તુસાદ મ્યૂઝિયમમાં ગુરુવારે દીપિકા પાદુકોણે પોતાના વેક્સ સ્ટેચ્યૂનું અનાવરણ કર્યું. તેના માટે દીપિકા પોતાના પરિવારની સાથે લંડન પહોંચી હતી. બધાએ વેક્સ સ્ટેચ્યૂ સાથે પોઝ આપ્યા હતા. રણવીર સિંહે જ્યારે દીપિકાનું વેક્સ સ્ટેચ્યૂ જોયું તો તે જોતા જ રહી ગયો. એટલું જ નહીં તે આ સ્ટેચ્યૂને કિસ કરવાનો પ્રયત્ન કરતા જોવા મળ્યો.
દીપિકાએ આ સ્ટેચ્યૂ પોતાના ફાઉન્ડેશન 'લિવ.લાફ.લવ'ને સમર્પિત કર્યું છે. દીપિકાનું સ્ટેચ્યૂ જોઈએ રણવીર સિંહ ચકિત થઇ ગયો હતો. રણવીરે કહ્યું કે, મને આ વેક્સ સ્ટેચ્યૂ ખૂબ જ ગમ્યું. દીપિકાએ તેને કહ્યું કે, હવે જ્યારે તું લંડન શૂટિંગ માટે હોય અને મારી યાદ આવે ત્યારે તું અહીં આવતો રહેજે.
દીપિકાએ જણાવ્યું કે, હું નાની હતી ત્યારે મારા પરિવાર સાથે હું અહીંયા પહેલીવાર અને છેલ્લીવાર આવી હતી, અને બસ ગઈકાલે જ જ્યારે અમે સાથે લંચ કરતા હતા ત્યારે જ મારી મમ્મીએ કહ્યું કે, તે અહીં 35 વર્ષ પહેલાં આવી હતી અને તેણે ક્યારેય વિચાર્યું પણ ન હતું કે એક દિવસ એની દીકરીનું વેક્સ સ્ટેચ્યૂ અહીં હશે. આજે અમે બધા અહીં સાથે છીએ એક પરિવાર તરીકે જેની અનુભૂતિ એકદમ અદભુત છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement