શોધખોળ કરો

Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત

Ahmedabad HMPV case: વિહા ચિલ્ડ્રન હોસ્પિટલમાં સારવાર હેઠળ બાળક, કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નહીં

Ahmedabad HMPV case: અમદાવાદ શહેરમાં હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV)નો ત્રીજો કેસ નોંધાયો છે, જેમાં નવ માસનું બાળક આ વાયરસથી સંક્રમિત થયું છે. આ સમાચાર આરોગ્ય વિભાગ માટે ચિંતાનો વિષય છે.

મળતી માહિતી મુજબ, બાળકને 6 જાન્યુઆરીના રોજ વિહા ચિલ્ડ્રન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 9 જાન્યુઆરીના રોજ તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મહત્વની વાત એ છે કે બાળકની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી સામે આવી નથી, એટલે કે બાળક તાજેતરમાં કોઈ પ્રવાસ પર ગયું ન હતું.

આ પહેલાં પણ અમદાવાદમાં HMPVના કેસ નોંધાયા હતા, જેના કારણે આરોગ્ય વિભાગ સતર્ક થઈ ગયું છે. HMPV એક શ્વસન સંબંધી વાયરસ છે, જેના લક્ષણો ઈન્ફલ્યુએન્ઝા જેવા હોય છે, જેમાં તાવ, ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફનો સમાવેશ થાય છે. આ વાયરસ ખાસ કરીને નાના બાળકો, વૃદ્ધો અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો માટે જોખમી સાબિત થઈ શકે છે.

આ કેસ સામે આવ્યા બાદ આરોગ્ય અધિકારીઓ દ્વારા વધુ તપાસ અને જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. લોકોને પણ સાવચેત રહેવાની અને શરદી, ઉધરસ જેવા લક્ષણો જણાય તો તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવાની અપીલ કરવામાં આવી છે.

શું કરવું:

જ્યારે ઉધરસ અથવા છીંક આવે ત્યારે મોં અને નાકને રૂમાલ અથવા ટિસ્યુથી ઢાંકવું.

નિયમિત રીતે હાથ સાબુ અને પાણીથી ધોવા અથવા સેનેટાઈઝરનો ઉપયોગ કરવો.

ભીડભાડવાળા સ્થળોથી દૂર રહેવું અને ફ્લૂથી પીડિત વ્યક્તિઓથી ઓછામાં ઓછું એક હાથનું અંતર રાખવું.

તાવ, ઉધરસ કે છીંક આવે તો જાહેર સ્થળો પર જવાનું ટાળવું.

વધુ પાણી પીવું અને પૌષ્ટિક ખોરાક ખાવો.

મજબૂત રોગપ્રતિકારક શક્તિ માટે પૂરતી ઊંઘ લેવી.

બીમારીઓ ફેલાતી અટકાવવા માટે યોગ્ય વેન્ટિલેશનવાળા વાતાવરણમાં રહેવું.

શ્વસનને લગતા લક્ષણો જણાય તો ઘરમાં જ રહેવું, બીજાઓ સાથે સંપર્ક મર્યાદિત કરવો અને તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો.

શું ન કરવું:

જરૂરી ન હોય તો આંખ, કાન કે મોંને સ્પર્શ કરવો નહીં.

ચેપગ્રસ્ત વ્યક્તિની વ્યક્તિગત ચીજવસ્તુઓ જેમ કે ટુવાલ, રૂમાલ અથવા અન્ય વાસણો બીજા વ્યક્તિના સંપર્કમાં કે ઉપયોગમાં ન આવે તેનું ધ્યાન રાખવું.

જાતે દવા લેવાનું ટાળવું, લક્ષણોમાં વધારો દેખાય તો આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવો.

HMPV વાયરસનો પ્રથમ કેસ ચીનથી શરૂ થયો હતો. ત્યારબાદ, મલેશિયા અને અન્ય ઘણા દેશોમાં આ વાયરસના કેસ જોવા મળ્યા છે. ચીનમાં HMPV સંક્રમણના કેસો વધી રહ્યા છે. ૨૦૨૪માં દેશમાં HMPVના ૩૨૭ કેસ નોંધાયા હતા, જે ૨૦૨૩ના ૨૨૫ કેસ કરતાં ૪૫% વધુ છે. મલેશિયાની સરકારે પણ તેના નાગરિકોને માર્ગદર્શિકાનું પાલન કરવાની સલાહ આપી છે.

આ પણ વાંચો....

અમદાવાદમાં HMPVનો બીજો કેસ નોંધાયો, ૮૦ વર્ષીય પુરુષ સારવાર હેઠળ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'
શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'
ઉત્તરાયણમાં કેવો રહેશે પવન, હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જાણો શું કરી આગાહી ?
ઉત્તરાયણમાં કેવો રહેશે પવન, હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જાણો શું કરી આગાહી ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gandhinagar PG Hostel : ગાંધીનગરમાં ગેરકાયદે PG-હોસ્ટેલ અને ક્લાસિસ કરાશે સીલGujarat Politics : ચૈતર વસાવાનું નામ છેતર વસાવા છે, જે છેતરવાનું કામ કરે છે: મંત્રી કુબેર ડિંડોરે કેમ લગાવ્યો આરોપ?Vadodara Crime : 'તું મને ખૂબ પસંદ છે', હાથ પકડી ડિલવરી બોયે કરી છેડતી, જુઓ અહેવાલAhmedabad Flower Show 2025 : અમદાવાદ ફ્લાવર શોમાં નકલી ટિકિટનો પર્દાફાશ, પોલીસે ગુનો નોંધ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'
શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'
ઉત્તરાયણમાં કેવો રહેશે પવન, હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જાણો શું કરી આગાહી ?
ઉત્તરાયણમાં કેવો રહેશે પવન, હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જાણો શું કરી આગાહી ?
કોહલી અને અનુષ્કા બાળકો સાથે પહોંચ્યા પ્રેમાનંદ મહારાજના દર્શન કરવા, વાતચીતનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ 
કોહલી અને અનુષ્કા બાળકો સાથે પહોંચ્યા પ્રેમાનંદ મહારાજના દર્શન કરવા, વાતચીતનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ 
Wildfire: લોસ એન્જલસમાં આગથી પેરિસ હિલ્ટન સહિત અનેક હસ્તીઓના બંગલાઓ થયા રાખ, હોટલમાં વિતાવવી પડી રાત
Wildfire: લોસ એન્જલસમાં આગથી પેરિસ હિલ્ટન સહિત અનેક હસ્તીઓના બંગલાઓ થયા રાખ, હોટલમાં વિતાવવી પડી રાત
Redmi 14C 5Gનો સેલ આજથી શરૂ, તમને સસ્તા બજેટમાં મળશે દમદાર ફીચર્સ, જાણો કિંમત
Redmi 14C 5Gનો સેલ આજથી શરૂ, તમને સસ્તા બજેટમાં મળશે દમદાર ફીચર્સ, જાણો કિંમત
આગામી પાંચ વર્ષમાં આ સેક્ટરોમાં આવશે 17 કરોડ નોકરીઓ, જાણો વિગત
આગામી પાંચ વર્ષમાં આ સેક્ટરોમાં આવશે 17 કરોડ નોકરીઓ, જાણો વિગત
Embed widget