શોધખોળ કરો
Advertisement
દિલ્હી હાઈકોર્ટે કરણ જોહરના ધર્મા પ્રોડક્શનને પાઠવ્યું સમન્સ, જાણો શું છે મામલો
ઈન્ડિયન સિંગર રાઈટ એસોસિએશન (ઈસરા)એ ફિલ્મના ડાયરેક્ટર-પ્રોડ્યુસર કરણ જોહરના પ્રોડક્શન હાઉસ ધર્મા પ્રોડક્શન વિરુદ્ધ એક કેસ દાખલ કર્યો છે. જેને લઈને કોર્ટે ધર્મા પ્રોડક્શનને સમન્સ પાઠવ્યું છે.
મુંબઈ : ‘ગુંજન સક્સેના: ધ કારગિલ ગર્લ’ને લઈને વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. ભારતીય વાયુ સેનાએ પહેલા જ ફિલ્મને લઈને વાંધો ઉઠાવ્યો હતો. ત્યારે હવે ઈન્ડિયન સિંગર રાઈટ એસોસિએશન (ઈસરા)એ ફિલ્મના ડાયરેક્ટર-પ્રોડ્યુસર કરણ જોહરના પ્રોડક્શન હાઉસ ધર્મા પ્રોડક્શન વિરુદ્ધ એક કેસ દાખલ કર્યો છે. જેને લઈને કોર્ટે ધર્મા પ્રોડક્શનને સમન્સ પાઠવ્યું છે.
ઈન્ડિયન સિંગર રાઈટ એસોસિએશને આરોપ લગાવ્યો છે કે, ફિલ્મ ગુંજન સક્સેના: ધ કારગિલ ગર્લમાં પરફોર્મેન્સને કમર્શિયલી ઉપયોગ કરવામાં આવ્યો છે. તેનો આરોપ છે કે, ફિલ્મ રામ લાખનના ‘એ જી ઓ જી’, ખલનાયકનું ગીત ‘ચોલી કે પીછે ક્યા હૈ’ અને કુછ કુછ હોતાએનું સાજન જી ઘર આયે ગીતનો કર્મર્શિયલી ઉપયોગ કરવામાં આવ્યો છે. જેના કારણે રોયલટી મળવી જોઈએ. જ્યારે બાર એન્ડ બેન્ચની રિપોર્ટ અનુસાર દિલ્હી હાઈકોર્ટે ઈસરા દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદના પગલે ધર્મા પ્રોડક્શનને નોટિસ પાઠવી છે.
બીજી બાજુ બચાવ પક્ષનું કહેવું છે કે, પરફોર્મન્સ લાઈવ નહોતું જેના કારણે રોયલટીનો કોઈ મતલબ નથી રહેતો. સાથે સાથે જ તેમણે કહ્યું હતું કે, ગીતના લાયસન્સ મ્યુઝિક કંપની પાસેથી પહેલા જ લઈ લેવામાં આવ્યા હતા. આ મામલે વધુ સુનાવણી 21 માર્ચે થશે.
ઉલ્લેખનીય છે કે, ભારતની પ્રથમ ઈન્ડિયન એર ફોર્સ પાયલટ પર આધારિત ફિલ્મ ગુંજન સક્સેના: ધ કારગિલ ગર્લમાં લીડ રોલમાં જાન્હવી કપૂર હતી. ફિલ્મમાં પંકજ ત્રિપાઠી, અંગદ બેદી પણ મહત્વના રોલમાં હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement