3 મિનિટના જ્હાન્વી-ઈશાનનો રોમાન્સ સુંદર અંદાજમાં જોવા મળી રહ્યો છે. જ્હાન્વીએ ડેબ્યૂ ફિલ્મમાં લિપલોક સીન આપવાની સાથે ડાન્સ સ્કિલ પણ બતાવી છે. આ પ્રેમ કહાનીમાં વિલનની ભૂમિકા ભજવતા આશુતોષ રાણા જોવા મળી રહ્યા છે. ધડક ફિલ્મ મરાઠી સુપરહિટ ફિલ્મ સૈરાટની હિન્દી રીમેક છે.
2/5
3/5
ટ્રેલર લોન્ચની આ ઈવેન્ટમાં શ્રીદેવીની ખોટ તો ન પૂરી શકાય. પરંતુ જ્હાન્વીને સપોર્ટ કરવા માટે સમગ્ર કપૂર પરિવાર પહોંચ્યો છે. બોની કપૂરના બન્ને ભાઈ અનિલ કપૂર, સંજય કપૂર પોતાના સંતાનો સાથે આવ્યા છે.
4/5
મુંબઈઃ બોલિવૂડની જાણીતી સ્ટાર કિડ જ્હાન્વી કપૂરની ફિલ્મ ધડકનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મમાં જ્હાન્વી સાથે શાહિદ કપૂરના ભાઈ ઈશાન ખટ્ટર લીડ ભૂમિકામાં જોવા મળશે. ધર્મા પ્રોડક્શન દ્વારા નિર્મિત ધડક ફિલ્મને શશાંક ખેતાને ડિરેક્ટ કરી છે.
5/5
ફિલ્મના ટ્રેલરમાં ફિલ્મના પાર્ટી સોંગ ઝિંગાટનું હિન્દી રીમેક પણ સંભળાય છે. ગીતને હિન્દી વર્ઝનને પણ ઓરિજનલ ગીતને બનાવનાર અજય-અતુલે બનાવ્યું છે. ફિલ્મ ધડકને શશાંક ખેતાન ડિરેક્ટર કરી રહ્યા છે અને તેના નિર્માતા કરણ જૌહર છે.