શોધખોળ કરો

Dhanush Aishwaryaa Divorce Hold: ધનુષ અને ઐશ્વર્યા નહી લે છૂટાછેડા, પોતાના સંબંધને વધુ એક તક આપશે કપલ

આ વર્ષે જાન્યુઆરીમાં, સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને, ધનુષ-એશ્વર્યાએ તેમના 18 વર્ષના સંબંધોને સમાપ્ત કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો.

Dhanush And Aishwaryaa Divorce: સાઉથ સુપરસ્ટાર ધનુષ પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે પર્સનલ લાઈફને લઈને પણ ખૂબ ચર્ચામાં છે. ધનુષ એ દિવસોમાં ખૂબ ચર્ચામાં હતો જ્યારે તેણે અને તેની પત્ની ઐશ્વર્યા રજનીકાંતે એકબીજાથી અલગ થવાનો નિર્ણય લીધો હતો. જો કે, હવે એવા સમાચાર આવી રહ્યા છે કે આ કપલ હવે છૂટાછેડા નહીં લે પરંતુ તેમના સંબંધોને વધુ એક તક આપશે.

ધનુષ અને ઐશ્વર્યા છૂટાછેડા નહીં લે...

ધનુષ અને ઐશ્વર્યા ફરી એકવાર તેમના સંબંધોને લઈને ચર્ચામાં છે. ટોલીવુડ નેટના રિપોર્ટ અનુસાર ધનુષ અને ઐશ્વર્યાએ છૂટાછેડા લેવાના નિર્ણયને સ્થગિત રાખવાનું મન બનાવી લીધું છે. તમને જણાવી દઈએ કે, જ્યારથી આ કપલે છૂટાછેડા લેવાની જાહેરાત કરી હતી ત્યારથી જ ઐશ્વર્યાના પિતા સુપરસ્ટાર રજનીકાંત બંનેને એક કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ત્યારે હવે ટોલીવુડ નેટના આ રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો, રજનીકાંતની આ મહેનત રંગ લાવી છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ધનુષ અને ઐશ્વર્યાના પરિવારજનોએ સાથે બેસીને બંને વચ્ચે જે પણ સમસ્યા છે તેને ઉકેલવાનો પ્રયાસ કર્યો છે. આ દરમિયાન નક્કી કરવામાં આવ્યું છે કે આ બંને અલગ નહીં થાય પરંતુ તેમના સંબંધોને ટકાવવા માટે કામ કરશે. જોકે સત્તાવાર રીતે ધનુષ-ઐશ્વર્યા કે તેમના પરિવારના સભ્યો તરફથી આ વિશે કંઈ કહેવામાં આવ્યું નથી.

18 વર્ષ જૂના સંબંધોને સમાપ્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો

ઉલ્લેખનીય છે કે, ધનુષ અને ઐશ્વર્યા રજનીકાંત વર્ષ 2004માં લગ્નના બંધનમાં બંધાયા હતા, ત્યારબાદ બંને બે બાળકોના માતા-પિતા પણ બન્યા હતા. જો કે, આ વર્ષે જાન્યુઆરીમાં, સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને, ધનુષ-એશ્વર્યાએ તેમના 18 વર્ષના સંબંધોને સમાપ્ત કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો. અચાનક આવેલા આ સમાચારથી બંનેના ફેન્સ ચોંકી ગયા હતા, પરંતુ હવે બંનેના છૂટાછેડા નહીં થાય, આ સમાચારથી બંનેના ફેન્સ ખૂબ જ ખુશ થશે.

આ પણ વાંચો......

Adipurushનું ટીઝર જોઈને પ્રભાસ પણ નારાજ થયા છે? પ્રભાસનો આ વીડિયો થયો છે વાયરલ

KBC 14: અમિતાભ બચ્ચનને કેબીસીના મંચ પર અભિષેકે આપ્યું સરપ્રાઈઝ, રડી પડ્યા Big B, જુઓ વીડિયો

ટોપ સ્ટોરી

લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ
લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગ્વાલિયરમાં બેકાબૂ ટ્રકનો કહેર, ભયાનક અકસ્માતમાં 13 લોકોનાં મોત
ગ્વાલિયરમાં બેકાબૂ ટ્રકનો કહેર, ભયાનક અકસ્માતમાં 13 લોકોનાં મોત
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
Embed widget