(Source: ECI/ABP News/ABP Majha)
છૂટાછેડાના 2 મહિના બાદ ધનુષે અશ્વર્યા રજનીકાંતને લઈ ટ્વીટ કર્યું, પૂર્વ પત્નીએ આપ્યો આ જવાબ
સાઉથના સુપરસ્ટાર એક્ટર ધનુષ અને એશ્વર્યા રજનીકાંતે જાન્યુઆરી મહિનામાં સોશિયલ મીડિયા પર છૂટાછેડાની જાહેરાત કરી હતી.
સાઉથના સુપરસ્ટાર એક્ટર ધનુષ અને એશ્વર્યા રજનીકાંતે જાન્યુઆરી મહિનામાં સોશિયલ મીડિયા પર છૂટાછેડાની જાહેરાત કરી હતી. સાઉથના પાવર કપલ્સ ગણાતા ધનુષ અને એશ્વર્યાએ અલગ થવાની જાહેરાત કરતાં તેમના ચાહકોને ઝટકો લાગ્યો હતો. પરંતુ છૂટાછેડા બાદ પણ બંનેએ પોતાના સંબંધને સારો બનાવી રાખ્યો છે. હમણાં જ ધનુષે એશ્વર્યા રજનીકાંતને લઈને એક એવું ટ્વીટ કર્યું હતું કે, આ સેલીબ્રીટી ફરીથી ચર્ચામાં આવી ગયા છે.
એશ્વર્યા રજનીકાંતનું ગીત 'પયાની' હાલમાં જ રીલીઝ થયું છે જેના પર એશ્વર્યા ઘમા લાંબા સમયથી કામ કરી રહી હતી. પયાની સોન્ગને સોશિયલ મીડિયા પર સારો પ્રતિસાદ મળ્યો છે. જે બાદ ધનુષે પણ એશ્વર્યાને અભિનંદન આપ્યા હતા. ધનુષના અભિનંદન મેસેજથી બધાનું ધ્યાન ધનુષ તરફ ખેંચાયું છે.
Congrats my friend @ash_r_dhanush on your music video #payani https://t.co/G8HHRKPzfr God bless
— Dhanush (@dhanushkraja) March 17, 2022
Thank you Dhanush….Godspeed https://t.co/XyP9lmnX3P
— Aishwaryaa.R.Dhanush (@ash_r_dhanush) March 17, 2022
ધનુષે એશ્વર્યાને અભિનંદ આપતાં લખ્યું હતું કે, 'સોન્ગ પયાનીને લઈને તમને અભિનંદ મારી દોસ્ત.' ધનુષે સોશિયલ મીડિયા પર પૂર્વ પત્ની એશ્વર્યા રજનીકાંતને દોસ્ત કહીને સંબોધન કર્યું હતું. એશ્વર્યાએ પણ ધનુષના અભિનંદનો જવાબ આપ્યો હતો અને ટ્વીટમાં રિપ્લાય કરતાં લખ્યું કે, 'અભિનંદન ધનુષ'
આ પણ વાંચોઃ