શોધખોળ કરો
Advertisement
સુશાંત સિંહ રાજપૂત કેસમાં ધર્મા પ્રોડક્શનના CEOની મુંબઈ પોલીસે કરી 4 કલાક પૂછપરછ
મુંબઈ પોલીસે અત્યાર સુધીમાં 39 લોકોના નિવેદન નોંધ્યા છે જેમાં નામી ફિલ્મ નિર્માતા નિર્દેશક અને એક્ટર્સ સામેલ છે.
મુંબઈ: અભિનેતા સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યાને દોઢ મહિનાથી વધારે સમય થઈ ગયો છે અને મુંબઈ પોલીસ હાલ પણ મોતનું કારણ જાણવામાં લાગી છે. મુંબઈ પોલીસે અત્યાર સુધીમાં 39 લોકોના નિવેદન નોંધ્યા છે જેમાં નામી ફિલ્મ નિર્માતા નિર્દેશક અને એક્ટર્સ સામેલ છે.
મંગળવારે પોતાનું નિવેદન નોંધાવવા માટે કરણ જોહરની કંપની ધર્મા પ્રોડક્શનના સીઈઓ અપૂર્વા મહેતા તપાસ ટીમ પાસે પહોંચ્યા હતા. સુશાંત સિંહ રાજપૂત કેસ બ્રાંદ્રમાં ચાલી રહ્યો છે પરંતુ અપૂર્વાનું નિવેદન અંબોલી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યું છે.
અપૂર્વાની આશરે ચાર કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. અપૂર્વા મહેતા તપાસ અધિકારી સામે ફિલ્મ ડ્રાઈવની કૉન્ટ્રેક્ટ કોપી લઈને પહોંચ્યા હતા. પોલીસના સૂત્રો મુજબ, મુંબઈ પોલીસે સુશાંત અને ધર્મા પ્રોડક્શનના વચ્ચે કામકાજના સંબંધોને લઈને પૂછપરછ કરી.
આ હતા પાંચ સવાલ
તપાસ અધિકારીએ પૂછપરછ કરી કે શું પહેલાથી જ નક્કી હતું કે ફિલ્મ મોટા પડદા પર રિલીઝ નહી થાય?
અંતે કેમ નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવી?
સુશાંતે કેમ ફિલ્મના પ્રમોશનમાં રસ ન દાખવ્યો?
શું કોઈ ફિલ્મના કારણે કરણ અને સુશાંતના સંબંધો ખરાબ થયા?
શું ધર્મા પ્રોડક્શને સુશાંત પર બેન લગાવ્યો હતો?
આ તમામ સવાલોના જવાબ અપૂર્વ મહેતાએ આપ્યા જેનું ક્રોસ એક્ઝામિનેશન પોલીસ કરશે. સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા મામલે આવનારા દિવસોમાં કરણ જોહરની પણ પૂછપરછ થઈ શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement