Dia Mirza Vaibhav Rekhi Baby: દિયા મિર્ઝાએ Prematurely દીકરાને જન્મ આપ્યો, ઇન્ફેક્શન બાદ ઇમરજન્સીમાં થઈ ડિલીવરી
એક્ટ્રેસે કહ્યું કે, પ્રેગ્નેસી દરમિયાન તેને બેક્ટેરિયલ ઇન્ફેક્શન થઈ ગયું હતું.
બોલિવૂડ એક્ટ્રેસ દિયા મિર્ઝાએ દીકરાને જન્મ આપ્યો છે. એક્ટ્રેસ અને તેના પતિ વૈભવ રેખીએ સોશિયલ મીડિયા દ્વારા આ ખુશખબર શેર કર્યા છે. તેણે દીકરાનું નામ Avyaan Azaad Rekhi રાખ્યું છે.
એક્ટ્રેસ કહ્યું કે, તેના દીકરાનો જન્મ 14 મેના રોજ prematurely (સમય પહેલા જ) થઈ ગયો હતો ને તેની સારવાર ICUમાં થઈ રહી હતી. અંદાજે બે મહિના બાદ આજે ફેન્સની સાથે આ ખુશી દિયા મિર્ઝાએ શેર કર્યા છે.
એક્ટ્રેસે કહ્યું કે, પ્રેગ્નેસી દરમિયાન તેને બેક્ટેરિયલ ઇન્ફેક્શન થઈ ગયું હતું. એવામાં ઇમરજન્સી C-section દ્વારા તેના દીકરાની સમય પહેલા જ જન્મ થઈ ગયો અને ત્યાર બાદ આઈસીયૂમાં દેખરેખ થઈ રહી હતી.
દિયા મિર્ઝા અને વૈભવ રેખીએ પોતાના દીકરાનું ઘર પર સ્વાગત કરવા માટે બેચેન છે. એક્ટ્રેસે લખ્યું કે, દીકરાના દાદા-દાદી અને બહેન સમાયરા તેને ખોળામાં રમાડવા માટે આતુર છે.
તમને જણાવીએ કે, આ વર્ષે 15 ફેબ્રુઆરીએ દિયા મિર્ઝાએ વૈભવ રેખી સાથે લગ્ન કર્યા હતા. લગ્નના થોડા દિવસ પહેલા જ બન્નેએ આ સંબંધ વિશે લોકોને જણાવ્યું હતું અને જે સાંભળીને ફેન્સ ચોંકી ગયા હતા. ત્યાર બાદ એપ્રિલના મહિનામાં તેણે પ્રેગ્નેન્સીના ખુશખબર આપ્યા હતા.
View this post on Instagram
એક્ટ્રેસના આમ તો આ બીજા લગ્ન છે અને આ તેનું પ્રથમ બાળક છે. આ પહેલા દિયા મિર્ઝાના લગ્ન સાહિલ સાંધા સાથે 2014માં થયા હતા. બન્નેએ 2019માં છૂટાછેડા લીધા હતા. ત્યાર બાદ દિયા મિર્ઝાએ 2021માં વૈભવ રેખી સાથે લગ્ન કર્યા હતા. વૈભવ રેખીને પહેલાથી જ એક દીકરી છે જેને દિયા મિર્ઝા મળી ચૂકી છે.