Dilip Kumar Health Update: વેન્ટિલેટર નહીં, ઓક્સિજન સપોર્ટ પર છે દિલીપ કુમાર, તબિયત સ્થિર
આજે દિલીપ કુમારના ટ્વીટર હેંડલ પર તેમના ડોક્ટરના હવાલાથી તબિયતની જાણકારી આપવામાં આવી છે. ટ્વિટર પર લખ્યું છે કે, આ આજે 11.45 વાગ્યાનું અપડેટ છે. દિલીપ સાહેબ વેન્ટિલેટર પર નહીં, તેઓ ઓક્સિજન સપોર્ટ પર છે. તેમની તબિયત સ્થિર છે. તેમના કેટલાક રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. અમે અપડેટ આપતાં રહીશું.
મુંબઇઃ બૉલીવુડના દિગ્ગજ અભિનેતા દિલીપકુમારને (Dilip Kumar) લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. અભિનેતાને સ્વાસ્થ્ય કારણેને રવિવારે મુંબઇની હિન્દુજા હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. એક્ટરને શ્વાસ લેવામાં તકલીફ (Dilip Kumar Health) હોવાના કારણે હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. ડોક્ટર્સે જણાવ્યું હતું કે, અત્યારે તેમની તબિયત સ્થિર છે અને તેમને ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા છે.
આજે દિલીપ કુમારના ટ્વીટર હેંડલ પર તેમના ડોક્ટરના હવાલાથી તબિયતની જાણકારી આપવામાં આવી છે. ટ્વિટર પર લખ્યું છે કે, આ આજે 11.45 વાગ્યાનું અપડેટ છે. દિલીપ સાહેબ વેન્ટિલેટર પર નહીં, તેઓ ઓક્સિજન સપોર્ટ પર છે. તેમની તબિયત સ્થિર છે. તેમના કેટલાક રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. અમે અપડેટ આપતાં રહીશું.
તેમના ટ્વિટર એકાઉન્ટથી વિનંતી પણ કરવામાં આવી છે કે, મીડિયાના તમામ મિત્રોને ખાસ વિનંતી છે કે, સાહેબના કરોડો ફેંસને તમારા દ્વારા અપડેટ મળે છે. અમે વિનંતી કરીએ છીએ કે, અફવાને રોકવામાં અમારી મદદ કરે. આ પ્લટફોર્મ પર નિયમત અપડેટ પોસ્ટ મળતી રહેશે.
ડૉક્ટરો તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહ્યાં છે. ડૉક્ટર જલીલ પારકર 98 વર્ષીય એક્ટર દિલીપકુમારનો ઇલાજ કરી રહ્યાં છે. આ પહેલા મે મહિનામાં એક્ટરને રૂટીન ચેકઅપ માટે આ જ હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા, અને તમામ ટેસ્ટ બાદ તેમને જલ્દીથી હૉસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવામા આવ્યા હતા.
પીઢ અભિેનતાની પત્ની (Saira Banu) સાયરા બાનોએ બતાવ્યુ કે, દિલીપકુમારને મુંબઇની હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે, અને તેમને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. ઉલ્લેખનીય છે કે એક્ટરને 98 વર્ષ થઇ ગયા છે જેના કારણે તે સ્વાસ્થ્ય સંબંધી કેટલીય બિમારીઓનો સામનો કરી રહ્યાં છે.
દિલીપકુમારથી છુપાવવામાં આવ્યા હતા બન્ને ભાઈઓના નિધનનાં સમાચાર
બૉલીવૂડના દિગ્ગજ અભિનેતા દિલીપકુમાર, જેમણી તબિયત અવાર નવાર નાદુરસ્ત રહે છે. જેના કારણે તેમનાથી તેમના બન્ને ભાઇઓના નિધનના સમાચાર છુપાવવામાં આવ્યા હતા. દિલીપ કુમારના બન્ને ભાઈએ કોરોના વાયરસના સંક્રમણના કારણે મોતને ભેટ્યા હતા. દિલીપકુમારના ભાઈ 90 વર્ષના અહેસાન ખાન અને 88 વર્ષના અસલમ ખાન બન્ને કોરોના વાયરસ પોઝિટિવ હતા, જેમણે સારવાર માટે મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં બન્ને ભાઈના મોત થયા હતા. સાયરા બાનોએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને કહ્યું, દિલીપ સાહેબને આ જાણકારી નથી આપવામાં આવી કે અસલમ ભાી અને એહસાન ભાઈ હવે આ દુનિયમાં નથી રહ્યા. અમે દરેક પ્રકારના પરેશાન કરતા સમાચાર તેમનાથી દૂર રાખીએ છીએ.
દિલીપકુમારની ફિલ્મી કેરિયર
દિલીપ કુમારે 1944માં જ્વાર ભાટાની સાથે પોતાની શરૂઆત કરી અને સૌદાગર (1991), દેવદાસ (1955), કર્મા (1986), નયા દૌર (1957), ગંગા જમુના (1961), કોહિનૂર (1960), મુગલ-એ-આઝમ (1960), અને રામ ઔર શ્યામ (1967) વગેરે જેવી મેગા ફિલ્મોમાં ભૂમિકા નિભાવી છે. તે છેલ્લીવાર વર્ષ 1998માં ફિલ્મ કિલામાં જોવા મળ્યા હતા.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
