મુંબઈઃ બોલીવુડમાં હાલ #MeToo કેમ્પેન અંતર્ગત અનેક મોટા લોકોના નામ યૌન શોષણના મામલામાં સામે આવ્યા છે. પરંતુ હવે એક્ટ્રેસ ચિત્રાંગદા સિંહે તેના થઈ રહેલા શોષણ દરમિયાન તેના કો-સ્ટાર નવાઝુદ્દીન સિદ્દીકીના મૌન પર સવાલ ઉઠાવ્યો છે. ગત વર્ષે ઓગસ્ટમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘બાબૂમોશાય બંદૂકબાઝ’ માટે ચિત્રાગંદા સમાચારમાં ચમકી હતી. આ ફિલ્મમાં પહેલા નવાઝુદ્દીન સાથે તે નજરે પડવાની હતી પરંતુ બાદમાં તેણે આ ફિલ્મ છોડી દીધી અને તેના સ્થાને એકટ્રેસ બિદિતા બાગ નજરે પડી હતી.
2/5
નવાઝે મારી સાથે થયેલી આ ઘટનાનું કોઈ સ્ટેન્ડ ન લીધું. જ્યાં સુધી આ પ્રકારના લોકો પક્ષ નહીં લે ત્યાં સુધી ઈન્ડસ્ટ્રીમાં શોષણ કરનારાઓને બળ મળતું રહેશે
3/5
નિર્દેશકે મને જે રીતે સીન કરવાનું કહ્યું તે મુજબ હું કરી શકું તેમ ન હોવાથી મેં ના પાડી દીધી. પરંતુ મારી વાત સાંભળ્યા બાદ મદદ કરવાના બદલે ડાયરેક્ટરે કહ્યું કે ગમે તેમ થાય આ સીન શૂટ કરવો જ પડશે. આ સાંભળીને હું મારી વેનિટી વાનમાં જતી રહી અને રડવા લાગી.
4/5
આ ઘટના સમયે એક્ટર નવાઝુદ્દીન સિદ્દકી પણ ત્યાં ઉભો હતો અને જ્યારે આ પ્રકારે શોષણ થથું હતું ત્યારે ચૂપચાપ ત્યાં ઉભો હતો. ચિત્રાંગદાએ એક વેબસાઇટને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, નિર્દેશક કુષાણ નંદીએ મને તું આ કરી શકીશ કે નહીં તેમ પણ ન પૂછ્યું. તેમણે માત્ર એટલું જ પૂછ્યું કે શું તું આ સીન કરી રહી છે ? મેં ના પાડી તો તેઓ ત્યાંથી જતા રહ્યા.
5/5
આ ફિલ્મ સાથે સંકળાયેલી વાત કરતા ચિત્રાંગદાએ કહ્યું કે, તેને આ ફિલ્મમાં ન્યૂડ સીન આપવા કહેવામાં આવ્યું હતું. ‘બાબુમોશાય બંદૂકબાઝ’ના નિર્દેશક કુશાલ નંદીએ મને કહ્યું હતું કે, “તારી સાડી ઉતાર અને માત્ર પેટીકોટ પહેરીને તારા શરીરને એક્ટરના શરીર સાથે ઘસ.”