શોધખોળ કરો
‘દયા’ સાથે ગરબા રમવાને લઈને ‘જેઠાલાલે’ શું લીધી પ્રતિજ્ઞા? જાણીને ચોંકી જશો
હાલ નવરાત્રિ એપિસોડ ચાલી રહ્યા છે ત્યારે જેઠાલાલ માતાજી સમક્ષ પ્રતિજ્ઞા લે છે કે જ્યાં સુધી દયા પરત નહીં આવે ત્યાં સુધી તેઓ ગરબા નહીં રમે.
![‘દયા’ સાથે ગરબા રમવાને લઈને ‘જેઠાલાલે’ શું લીધી પ્રતિજ્ઞા? જાણીને ચોંકી જશો Disha Vakani will re-enter in Navratri episode at Taarak Mehta Ka Ooltah Chashmah searial ‘દયા’ સાથે ગરબા રમવાને લઈને ‘જેઠાલાલે’ શું લીધી પ્રતિજ્ઞા? જાણીને ચોંકી જશો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/10/06084448/Daya1.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઈઃ અનેક વર્ષોથી દર્શકોની પસંદગીની ટીવી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા હાલ ચર્ચામાં છે. આ શોમાં દયાબેન ઉર્ફે દિશા વાકાણીની ધમાકેદાર વાપસી થવાની છે. દિશાની એન્ટ્રી શોમાં નવરાત્રિ વખતે જ થશે. દયાબેનની ગ્રાન્ડ એન્ટ્રી થવાની છે. હાલ નવરાત્રિ ચાલી રહી છે અને દરેક લોકો દયાબેન અને તેના લાજવાબ ગરબાને યાદ કરી રહ્યા છે. જેમાં જેઠાલાલ તેને સૌથી વધારે મિસ કરે છે.
હાલ નવરાત્રિ એપિસોડ ચાલી રહ્યા છે ત્યારે જેઠાલાલ માતાજી સમક્ષ પ્રતિજ્ઞા લે છે કે જ્યાં સુધી દયા પરત નહીં આવે ત્યાં સુધી તેઓ ગરબા નહીં રમે. આ વાત સાંભળી આખી ગોકુલધામ સોસાયટી દયાબેનની શોધખોળમાં લાગી જાય છે. પણ તેમના તમામ પ્રયાસો અસફળ રહે છે.
જો કે એટલામાં જ જ્યારે તમામ આશાઓ ઠગારી નીકળે છે ત્યારે જ દયાબેનની જોરદાર એન્ટ્રી મારે છે અને આખું ગોકુળધામ રંગેચંગે નવરાત્રીના ગરબાની મજા માણે છે. શોના મેકર્સ પણ દયાબેનની એન્ટ્રી શાનદાર બતાવવાના પ્રયાસ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે દિશા વાકાણી માચા બન્યા પછી લાંબા સમયથી સિરીયલથી દૂર છે. વચ્ચે એવા પણ સમાચાર આવ્યા હતા કે તારક મહેતાના મેકર્સ નવા દયાબેનની શોધ પણ ચલાવી રહ્યા છે. જો કે તે બાદ જૂના દયાબેન ઉર્ફે દિશા જ શોમાં પાછી આવશે તે વાત પાક્કી થઇ હતી. અને આ શોના દેખનાર દર્શકો પણ આ વાત સાંભળીને ખૂબ જ ઉત્સાહી થયા હતા.
![‘દયા’ સાથે ગરબા રમવાને લઈને ‘જેઠાલાલે’ શું લીધી પ્રતિજ્ઞા? જાણીને ચોંકી જશો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/10/06084442/Daya.jpg)
![‘દયા’ સાથે ગરબા રમવાને લઈને ‘જેઠાલાલે’ શું લીધી પ્રતિજ્ઞા? જાણીને ચોંકી જશો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/10/06084453/Daya2.jpg)
![‘દયા’ સાથે ગરબા રમવાને લઈને ‘જેઠાલાલે’ શું લીધી પ્રતિજ્ઞા? જાણીને ચોંકી જશો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/10/06084448/Daya1.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
સમાચાર
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)