શોધખોળ કરો
Advertisement
ફિલ્મ 'મુંબઈ સાગા'માં ગેંગસ્ટર જોન બાદ ઈમરાન હાશમીનો ફર્સ્ટ લુક રિલીઝ
સંજય ગુપ્તાએ હવે ઈમરાન હાશમીનો લુક શેર કર્યો છે. ઈમરાન હાશમી આ ફિલ્મમાં પોલીસના રોલમાં જોવા મળશે.
મુંબઈ: બોલીવૂડમાં ગેંગસ્ટર ફિલ્મોને સ્ટાઈલિશ અંદાજમાં રજૂ કરનારા ડાયરેક્ટર સંજય ગુપ્તા પોતાની નવી ફિલ્મ મુંબઈ સાગાને લઈને ચર્ચામાં છે. તેમણે થોડા સમય પહેલા જોન અબ્રાહમનો ફર્સ્ટ લુક શેર કર્યો હતો. આ તસવીરમાં જોન ગેંગસ્ટરના રોલમાં જોવા મળી રહ્યો હતો. સંજય ગુપ્તાએ હવે ઈમરાન હાશમીનો લુક શેર કર્યો છે. ઈમરાન હાશમી આ ફિલ્મમાં પોલીસના રોલમાં જોવા મળશે. ખૂબ જ સ્ટાઈલિશ અંદાજમાં ઈમરાન જોવા મળી રહ્યો છે.
સંજય ગુપ્તાએ ટ્વિટર પર ઈમરાન હાશમીની તસવીર શેર કરી અને લખ્યું મુંબઈ સાગાની ટીમનો દરેક વ્યક્તિ એ વાતને લઈને વિચારી રહ્યા હતા કે ઈમરાન હાશમી પોલીસની ભૂમિકા કઈ રીતે નિભાવશે. પરંતુ તમે પોતે જોઈ લો કઈ સ્ટાઈલ સાથે તેણે આ ભૂમિકાને નિભાવી છે.#MUMBAISAGA One of my favourite moments from the film. Grit and determination to get the bad guys at any cost writ large on his face. pic.twitter.com/9C1qqNVSLj
— Sanjay Gupta (@_SanjayGupta) February 6, 2020
મુંબઈ સાગા એક ગેંગસ્ટર ફિલ્મ છે. 1980 અને 1990ના સમય પર બનેલી આ ફિલ્મમાં ઘણા સીન્સ સાચી ઘટનાઓ પર આધારિત હશે. આ મલ્ટીસ્ટારર ફિલ્મમાં ઈમરાન હાશમી,જોન, સુનીલ શેટ્ટી,પ્રતિક બબ્બર, જૈકી શ્રોફ, મહેશ માંજરેકર અને કાજલ અગ્રવાલ જેવા સ્ટાર્સ જોવા મળશે. સંજય ગુપ્તાએ આ પહેલા મુસાફિર, શૂટ આઉટ એટ લોખંડવાલા અને શૂટ આઉટ એટ વડાલા જેવી ગેંગસ્ટર ફિલ્મોનું નિર્દેશન કર્યું છે.Everyone on team MUMBAI SAGA was anxious about how @emraanhashmi would pull off the deadly cop’s look. Just look with what style he has pulled it off. pic.twitter.com/BdB2FuYLoB
— Sanjay Gupta (@_SanjayGupta) February 6, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion