ઉરીમાં આતંકી હુમલા પછી ભારત-પાકિસ્તાનમાં વધી રહેલા રાજનૈતિક અને કૂટનીતિક માહોલમાં જાણીતા પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાને ભારત છોડી દીધું છે. ઉલ્લેખનીય છે કે ઉરી હુમલા પછી mnsએ પાકિસ્તાની કલાકારોને 27 સપ્ટેબર પહેલા ભારત છોડવાની ચેતાવણી આપી હતી. ભારતીય મીડિયા અને પાકિસ્તાની ન્યૂઝનું માનીએ તો ફવાદ ખાને ભારત છોડી દીધું છે અને તે જલ્દી ભારત પાછા ફરે તેવી કોઈ સંભાવનાઓ દેખાતી નથી.
2/3
ઉરી હુમલા પછી mns પાકિસ્તાની કલાકારો પર સતત હુમલાવર છે. કહેવામાં એવું પણ આવી રહ્યું છે કે mns શાહરૂખ ખાનની ફિલ્મ ‘રઈસ’ના રિલીઝમાં પણ મુશ્કેલીઓ ઉભી કરી શકે છે. ફિલ્મ ‘રઈશ’માં પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાન નજરે પડનાર છે. આમ જોવા જઈએ તો mnsનો પાકિસ્તાન વિરોધનો રસ્તો ઘણો જૂનો છે. તે પહેલા પણ ગુલામ અલી જેવા કલાકારોના ભારતમાં આયોજીત કાર્યક્રમોમાં વિરોધ કરતું આવ્યું છે.
3/3
તમને જણાવી દઈએ કે, કરણ જોહર નિર્દેશિત ફવાદ ખાનની ફિલ્મ ‘એ દિલ હૈ મુશ્કિલ’ જલ્દીથી રિલિઝ થનાર છે. ફવાદ પોતાની લોકપ્રિયતાના કારણે mnsના નિશાને સૌથી ઉપર હતા. તમને ખબર હોય તો કરણ જોહરે પહેલા પણ ફવાદને ફિલ્મના પ્રમોશનથી દૂર રાખવાની વાત કરી હતી. હાલની સ્થિતિ જોતા એવુ લાગી રહ્યુ છે કે ફિલ્મનું રિલીઝ પણ વિવાદમાં પડી શકે છે.