શોધખોળ કરો
Advertisement
ફવાદ ખાને ઉરી હુમલા વિષે આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું અભિનેતાએ
નવી દિલ્લી: ઉરી હુમલાને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. મીડિયામાં અપાતા નિવેદનોને લઈને પણ વિવાદો થઈ રહ્યા છે. જેમાં પાકિસ્તાની કલાકારોને પાછા મોકલવા માટે ઘણો વિવાદ થયો હતો. ફવાદ ખાન, માહિરા ખાન અને અલિ ઝફર જેવા કલાકારોને શિવસેના અને મનસેએ 48 કલાકનું અલ્ટીમેટમ આપીને ભારત છોડવા કહ્યું હતું.
જે બાદ ફવાદ ખાને પહેલી વાર શુક્રવારે આ મુદ્દે પ્રતિક્રિયા આપી હતી. સોશિયલ મીડિયા પર ફવાદ ખાને પોતાના ઓફિશીયલ ફેસબુક પેજ પર લખ્યું હતું કે, હું જુલાઈ મહિનાથી મારી પત્ની સાથે લાહોરમાં છું. જે સમયે અમે અમારુ બીજુ બાળક એક્સપેક્ટ કરી રહ્યા હતા. છેલ્લા કેટલાક અઠવાડિયાઓથી દુખદ ઘટનાઓ પર મીડિયા અને મારા શુભચિંતકો મારા વિચારો જાણવા માટે સંપર્ક કરી રહ્યા છે.
બે બળકોના પિતા હોવાથી હું પ્રાર્થના કરું છુ અને આપણે આપણા જીવને વધુ શાંતિપૂર્ણ બનાવી શકીએ. મારું માનવું છે કે એમ કરવાથી આપણે આપણા બાળકો માટે સારું ભવિષ્ય બનાવશું.
હું પહેલીવાર આ મુદ્દે બોલી રહ્યો છું. આ દરમિયાન મારા વિષે જે કંઈ પણ બોલાવામાં આવ્યું તેને મારી સાથે જોડશો નહિ. કેમકે મેં એવું કંઈ કહ્યું નહોતું. મારા ફેંસ અને સાથે કલાકારોને ધન્યવાદ કહું છું અને ભારત અને દુનિયાના તમામ લોકોને ધન્યવાદ જે દુનિયાને વહેંચનારી તાકત સામે એક થવાની અપીલ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે કશ્મીરના ઉરીમાં આતંકવાદી હુમલો થતાં 19 જવાનો શહીદ થયા હતા. જે બાદ મનસેએ પાકિસ્તાની કલાકોરને આ હુમલાની નિંદા ન કરવા બદલ ભારત છોડવા કહ્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
બિઝનેસ
બિઝનેસ
આરોગ્ય
Advertisement