(Source: ECI/ABP News/ABP Majha)
Karan Joharએ ટ્વીટર છોડ્યુ, તો આ મોટા ફિલ્મ ડિરેક્ટરે તેને ગણાવ્યો પાખંડી, ટ્વીટ કરીને શું લખ્યું, જાણો
બૉલીવુડ ફિલ્મ દિગ્દર્શક અને ફિલ્મ મેકર કરણ જોહર અત્યારે સોશ્યલ મીડિયા પર ચર્ચામાં ટૉપ પર છે, લોકો કરણ જોહરને ટ્રૉલ કરી રહ્યાં છે,
Karan Johar Quits Twitter: બૉલીવુડ ફિલ્મ દિગ્દર્શક અને ફિલ્મ મેકર કરણ જોહર અત્યારે સોશ્યલ મીડિયા પર ચર્ચામાં ટૉપ પર છે, લોકો કરણ જોહરને ટ્રૉલ કરી રહ્યાં છે, કેમ કે કરણે ગઇકાલે એક જાહેરાત કરી હતી કે તેને હવે ટ્વીટર પરથી આરામ લીધો છે, તેને ટ્વીટર છોડી દીધુ છે અને તે હવે શાંતિ ઇચ્છે છે. જોકે, ટ્વીટર છોડ્યા બાદ લોકો કરણ જોહરે જબરદસ્ત રીતે ટ્રૉલ કરી રહ્યાં છે.
કરણ જોહરે ટ્વીટર છોડ્યુ -
કરણ જોહરે ટ્વીટર છોડતા પહેલા એક લાંબી પહોળી પૉસ્ટ લખી હતી, તેને લખ્યું- પૉઝિટીવ એનર્જી માટે સ્પેસ બનાવી રહ્યો છું, અને તેની તરફ એક પગલુ છે. ગુડબાય ટ્વીટર. કરણના આ નિર્ણય બાદ ટ્વીટર પર ભૂકંપ આવી ગયો અને લોકો આ પગલાને અલગ અલગ મતબલ કાઢીને જોવા લાગ્યા. કેટલાક લોકોનુ માનવુ છે કે કરણે આ ફેંસલો ટ્વીટર પર તેના વિરુ્દ્ધ ચાલી રહેલી હેટને ધ્યાનમાં રાખીને લીધો છે. વળી કેટલાક લોકો માને છે કે, કરણ જોહર પર શરૂઆતથી નેપૉટિઝ્મને પ્રોત્સાહન આપવાનો આરોપ લાગ્યો છે. તાજેતરમામં જ તેને કૉફી વિથ કરણ શૉને લઇને લોકોએ જુદીજુદી વાતો કરી હતી. આ ઉપરાંત કેટલાક લોકોએ કહ્યું હતુ કે આ બેડરૂમ સિક્રેટને રિવીલ કરવાનારો શૉ છે.
કરન જોહરની આ પોસ્ટ પર યુઝર્સે કમેન્ટ્સ કરી હતી. એક યુઝરે કહ્યું હતું, 'સર આખા ભારતમાં સુખ-શાંતિ ઈચ્છતા હો તો 'કૉફી વિથ કરન' વાળો કચરો પણ ઇન્ટરનેટ પરથી હટાવો દો. અન્ય એકે કહ્યું હતું, 'તમને કોઈ મિસ કરશે નહીં.' અન્ય એકે એવી કમેન્ટ કરી હતી કે શાહરુખ સિવાય તમને કોઈ યાદ કરવાનું નથી.
વળી, હવે આના પર ટ્વીટરનો જ સહારો લેતા ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ના ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ કરણ જોહર પર કટાક્ષ કર્યો છે.
વિવેક અગ્નિહોત્રીએ લખી આ વાત -
કરણ જોહરના ટ્વીટર ક્વિટ કર્યા પછી ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ ટ્વીટ કર્યુ. જોકે તેને કરણનુ નામ ના લેતા આ કર્યુ, પરંતુ આ વાતોથી સ્પષ્ટ છે કે આ ટ્વીટ કરણ માટે જ છે. પહેલા ટ્વીટમાં વિવેક અગ્નિહોત્રીએ લખ્યું- જીતનારા ક્યારેય હાર નથી માનતા અને હાર માનનારા ક્યારેય જીતતા નથી.
Quitters never win.
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) October 10, 2022
Winners never quit
વળી, બીજા ટ્વીટ દ્વારા તેમને કહ્યું- મારુ માનવુ છે કે, સકારાત્મક ઉર્જાની શોધ કરનારા એક સાચો વ્યક્તિ સોશ્યલ મીડિયાને પુરેપુરી રીતે છોડી દેશે, માત્ર ટ્વીટર છોડવુ તમારી હિપૉક્રેસી અને નકલીપનને બતાવે છે, પરંતુ ઇન્સ્ટાગ્રામ પર ચાલુ રહેવુ એ બતાવે છે કે તમે કેટલા જુઠ્ઠા વ્યક્તિ છો, કેમ કે અહીંથી તમને બ્રાન્ડ્સ મળે છે.
I believe a genuine person seeking positive energies would leave Social Media completely. Leaving only Twitter because it doesn’t allow hypocrisy or fakeness but staying on Instagram because it gets brands and allows fakeness itself is a negative and screwed up approach to life. https://t.co/oNfwCDO8Nu
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) October 10, 2022
--