શોધખોળ કરો
Advertisement
પીએમ મોદી બાદ હવે બીજેપીના આ ફાયરબ્રાન્ડ નેતા પર બનશે ફિલ્મ, જાણો ડિટેલ્સ.....
ગિરીરાજ સિંહ પર બની રહેલી ફિલ્મનું નામ "હાં મેં ગિરીરાજ હૂં"..... રાખવામાં આવ્યુ છે. આમાં ગિરીરાજ સિંહને દરેક ગરીબ જરૂરિયાતમંદનો અવાજ બતાવવામાં આવ્યા છે
નવી દિલ્હીઃ રાજકીય નેતાઓની બાયૉપિક ફિલ્મનો સિલસિલો શરૂ થયો છે. પીએમ મોદી પર ફિલ્મ બન્યા બાદ ફિલ્મ મેકર્સ હવે બીજેપીના બીજા એક ફાયરબ્રાન્ડ નેતા પર ફિલ્મ બનાવવા જઇ રહ્યાં છે. આ નેતા બીજા કોઇ નહીં પણ કેન્દ્રીય મંત્રી ગિરીરાજ સિંહ છે. રિપોર્ટ પ્રમાણે ફાયરબ્રાન્ડ નેતા ગિરીરાજ સિંહ પર એક ફિલ્મ બનાવવાની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. સોશ્યલ મીડિયાની જાણકારી પ્રમાણે ફિલ્મનુ પૉસ્ટર દિનકર ફિલ્મ પ્રૉડક્શન તરફથી રિલીઝ પણ કરી દેવામાં આવ્યુ છે.
ફાયરબ્રાન્ડ નેતા ગિરીરાજ સિંહ પર બનનારી ફિલ્મનુ પૉસ્ટર હાલ સોશ્યલ મીડિયા પર ખુબ ધૂમ મચાવી રહ્યું છે, લોકોને તે પસંદ આવી રહ્યું છે.
ગિરીરાજ સિંહ પર બની રહેલી ફિલ્મનું નામ "હાં મેં ગિરીરાજ હૂં"..... રાખવામાં આવ્યુ છે. આમાં ગિરીરાજ સિંહને દરેક ગરીબ જરૂરિયાતમંદનો અવાજ બતાવવામાં આવ્યા છે.
2019ના લોકસભા ચૂંટણીમાં બિહારની બેગુસરાય બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ફાયરબ્રાન્ડ નેતા અને કેન્દ્રીય મંત્રી ગિરીરાજ સિંહએ ભારતીય કૉમ્યુનિસ્ટ પાર્ટીના કન્હૈયા કુમારને 4.2 લાખ મતોથી કારમી હાર આપી હતી. આમ તો ગિરીરાજ પોતાના નિવેદનોને લઇને હંમેશા વિવાદોમાં રહ્યાં કરે છે. ગિરીરાજ બીજેપીના એક ફાયરબ્રાન્ડ નેતા પણ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement