શોધખોળ કરો
Advertisement
ફિલ્મ ‘મિશન મંગલ’ના ડાયરેક્ટર જગન શક્તિની હાલત ગંભીર થતાં હોસ્પિટલમાં દાખલ કરાયા
ગયા વર્ષે ઓગસ્ટ 2019માં રિલીઝ થયેલી સુપર-ડુપર હિટ ફિલ્મ ‘મિશન મંગલ’ના ડાયરેક્ટર જગન શક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે
મુંબઈ: ગયા વર્ષે ઓગસ્ટ 2019માં રિલીઝ થયેલી સુપર-ડુપર હિટ ફિલ્મ ‘મિશન મંગલ’ના ડાયરેક્ટર જગન શક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. જગને ‘મિશન મંગલ’થી જ બોલિવુડમાં ડાયરેક્ટર તરીકે ડેબ્યૂ કર્યું હતું. આ પહલે તેમણે ફેમસ ડાયરેક્ટર આર બાલ્કી સાથે ‘ચીની કમ’ સહિતની કેટલીક ફિલ્મોમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કર્યું હતું.
સૂત્રો પ્રમાણે, જગન શક્તિના મગજમાં લોહી જામી ગયું છે અને તેના કારણે હાલત ગંભીર થઈ ગઈ છે. ડોક્ટરોની ટીમ તપાસ કરી રહી છે અને તેમના સ્વાસ્થ્ય પર સતત નજર રાખી રહી છે. જગનની તબિયત ખરાબ થતાં તેનો પરિવાર પણ મુંબઈ આવી પહોંચ્યો છે.
જગન, મુંબઈમાં પોતાના ફ્રેન્ડ્સને મળવા ગયો હતો ત્યારે અચાનક જ પડી ગયો હતો ત્યાર બાદ તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં તેના મગજમાં બ્લડ ક્લોટ થયું હોવાનું જાણવા મળ્યું હતું.
‘મિશન મંગલ’ બાદ જગન અક્ષયની સાથે વધુ એક ફિલ્મ પર વાતચીત કરી રહ્યા છે જે 2014ની સુપરહિટ તમિલ ફિલ્મ ‘કત્તી’ની રિમેક હશે. હિંદીમાં આ ફિલ્મ ‘ઈક્કા’ના નામથી બનશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement