જણાવી દઈએ કે, શ્રીલંકાના ક્રિકેટ ઈતિહાસમાં અર્જુન રણતુંગા અને અરવિંદ ડિ સિલ્વા મહાનતમ ક્રિકેટર્સમાં સ્થાન પામે છે. એક તરફ રણતુંગાએ શ્રીલંકાની ટીમને પોતાની કેપ્ટનશિપમાં 1996નો વર્લ્ડકપ જીત્યો હતો જ્યારે ડી સિલ્વાએ આ જ વર્લ્ડકપની ફાઈનલમાં સેન્ચુરી ફટકારી ટીમની જીતમાં સૌથી મહત્વની ભૂમિકા ભજવી હતી.
2/4
અગાઉ 1996ની વર્લ્ડકપ વિનિંગ ટીમના કેપ્ટન અને તેના પરિવાર પર આરોપ લાગ્યો હતો કે, તેમના સંબંધ બુકીઓ સાથે છે. થિલંગાએ સ્વીકાર્યું કે, તે સમયે આ બંને સામે કોઈ એક્શન લેવામાં આવ્યા નહોતા.
3/4
થિલંગા સુમતિપાલાએ આરોપ લગાવ્યો કે, અર્જુન અને અરવિંદ પર કોઈ ગુપ્તા પાસેથી 15 હજાર ડૉલર લીધા હોવાનો આરોપ લાગ્યો હતો. થિલંગા સતત અર્જુન રણતુંગા પર ગંભીર આરોપો લગાવતા રહ્યાં છે.
4/4
નવી દિલ્હીઃ શ્રીલંકા ક્રિકેટના પૂર્વ અધ્યક્ષ થિલંગા સુમતિપાલાએ આરોપ લગાવ્યો છે કે 1996 વર્લ્ડ કપ વિજેતા અર્જુન રણતુંગા અને અરવિંદા ડિ સિલ્વા દેશના પ્રથમ ખેલાડી હતા જેના નામ મેચ ફિક્સિંગ ફરિયાદમાં સામેલ હતા.