શોધખોળ કરો
અમિતાભ બચ્ચને યુવતીઓનું સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કર્યું હોવાનો ઈશારો કરીને કોણે સત્ય બહાર પાડવા આપી ધમકી ?
1/6

સેલિબ્રિટી હેયરસ્ટાઇલિસ્ટ સપના ભવનાનીએ ટ્વિટર પર એક પોસ્ટ કરી છે જેમાં અમિતાભ બચ્ચન પર નિશાન સાધ્યું છે. હેયર સ્ટાઇલિસ્ટ સપનાએ આ ટ્વિટ પોસ્ટ પર પોતાની કોમેન્ટ શેર કરી છે. ભવનાનીએ પોસ્ટમાં લખ્યું કે, ‘આ એક સૌથી મોટુ જૂઠ છે. સર, તમારી ફિલ્મ પિંક આવી અને ગઈ, અને હવે તમારી ઇમેજ એક્ટિવિસ્ટવાળી જલ્દી સામે આવશે. તમારુ સત્ય લોકો સામે જલ્દી આવશે. આશા છે કે તમે તમારો હાથ કાપી રહ્યા હશો કારણ કે નખ કાપવા પર્યાપ્ત નહીં હોય.’
2/6

પોતાની એક ટ્વિટમાં સપના લખે છે, ‘મે પર્સનલી અમિતાભ બચ્ચન વિશે સેક્શુઅલ મિસકંડક્ટને લઇને ઘણી વાતો સાંભળી છે. મને આશા છે કે તે મહિલાઓ હવે બહાર આવશે.’ ઉલ્લેખનીય છે કે સપના ભવનાની ‘બિગ બૉસ’નાં ઘરમાં પણ રહી ચુકી છે. ‘બિગ બૉસ-6’માં સેલિબ્રિટી હેયરસ્ટાઇલિસ્ટ કંટેસ્ટંટ તરીકે જોવા મળી હતી.
Published at : 14 Oct 2018 03:07 PM (IST)
View More





















